________________ ; 14 પ્રસ્તાવ.. ' રા એક મૃગ આવ્યું. રાજાને જોઈ જાતિસ્મરણવડે પૂર્વ ભવ જાણું તે મૃગે પૃથ્વી પર અક્ષરે લખી રાજાને જણાવ્યું કે–“હે રાજન ! હું પૂર્વ ભવમાં દેવલ નામે તમારા વસ્ત્રાભૂષણદિને જાળવનાર સેવક હતો. અવસાન સમયે આધ્યાનવડે મરણ પામવાથી હું તિર્યંચ નિમાં મૃગ થયે છું.” આ પ્રમાણે પિતાનું સ્વરૂપ કહી તૃષાતુર થયેલા રાજાની આગળ થઈને તેણે તેને જળાશય દેખાડયું. ત્યાં જઈ રાજા જળપાન કરી મુખ ધોઈ સ્વસ્થ થયો. તેટલામાં રાજાનું સૈન્ય આવી પહોંચ્યું. ત્યારપછી રાજા જીવિતદાયક તે મૃગને સાથે લઈ સૈન્ય સહિત પિતાના નગરમાં ગયો. ત્યાં રાજાને પ્રસાદથી તે મૃગ નગરમાં ચટા વિગેરે પ્રદેશમાં સ્વેચ્છાપૂર્વક ફરવા લાગ્યો. તેને વચનથી પણ કોઈ પીડા કરતું નહોતું. કદાચ તે કેઈનું કાંઈપણ વિનાશ કરતે, તો પણ તેને કોઈ પણ રાજાના ભયને લીધે વચનથી પણ કાંઈ કહેતું નહોતું. એકદા તે મમ્મણને હાટે આવીને ફરવા લાગ્યું, એટલે પૂર્વ ભવના વૈરને લીધે મમ્મણ તેના પર અત્યંત કુપિત થયો. તેણે તેના પિતાને કહ્યું કે –“હે પિતા ! આ મૃગ મને ઘણું નુકશાન કરે છે, તેથી હું તેને મારી નાખીશ.” તે સાંભળી તેના પિતાએ તેને કહ્યું કે–“હે પુત્ર! વણિકના કુળમાં એ આચાર છે કે કોઈ પણ જીવ મારો ન જોઈએ; તો મૃગ કે જે રાજાનો અત્યંત માનીતો છે તેને તો તારે અવશ્ય હણવો ન જોઈએ.” આ પ્રમાણે તેના પિતાએ તેને અટકાવ્યું, તોપણ એકદા વખત જોઈને તેણે ક્રોધના વંશથી તે મૃગને હણી નાંખે. આવું પાપકર્મ કરતાં મમ્મણને તેના બાપે છે, તથા દૂર ઉભેલા તલાક્ષિકે પણ તેને જોયા. તેથી તલાક્ષકે તે વૃત્તાંત રાજાને કહ્યો, ત્યારે રાજાએ તેને પૂછયું કે –“હે યમદંડ! આ બાબતમાં કોઈ સાક્ષી છે?” તે બોલ્યો કે–“તેનો પિતા સાક્ષી છે.” તે સાંભળી રાજાએ તે શ્રેષ્ઠીને બોલાવી પૂછ્યું, ત્યારે તેણે સત્યજ કહ્યું; તેથી સત્યવાદીપણાને લીધે રાજાએ તેને સત્કાર કર્યો. ત્યારપછી રાજાએ મમ્મણનો વધ કરવા માટે યમપાશને આજ્ઞા કરી. ત્યારે યમપાશે રાજાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust