________________ જઇ પ્રસ્તાવ. . . 309 પ્રાણ અનાદિ કાળથી વિષયવ્યાપારમાં પોતાની મેળે જ પ્રવર્તે છે. પરંતુ ધર્મકાર્યમાં પ્રવૃત્તિ થવી અતિ દુષ્કર છે.” .. ( આ પ્રમાણે કહ્યા છતાં શેઠાણીનો આગ્રહ થવાથી શેઠે પોતાના પુત્રને ચતુરાઈ શીખવા માટે નટ, વિટ અને ધૂતકારોની સમીપે મોકલ્ય; તેથી તે સલસ અનુકમે કેટલેક દિવસે સમગ્ર કળાભ્યાસ ભૂલી ગયે. તેઓની સંગતિથી તે નિરંતર હાસ્ય, કિતક, શૃંગારકથાનું–નાટકનું ઈક્ષણ અને ધૂતક્રીડા વિગેરે માંજ મગ્ન રહેવા લાગ્યો. અનકમે તેમની સંગતિથી તે એકદા કામપતાકા નામની વેશ્યાને ઘેર ગયો. તે વેશ્યાએ તેને ધનાઢ્ય જાણી ચિત્તમાં વિસ્મય પામી ઉભી થઈ આસન આપી તેને સત્કાર કયી. તે સુલસ પણ મિત્રોના કહેવાથી ત્યાં બેઠે. ગણિકાએ તેની સાથે ગોષ્ઠી આરંભી. તેના મધુર વચનેથી તે તેના પર અત્યંત રાગી થયે. તે જાણી તેના સર્વ મિત્રે ત્યાંથી ઉઠી પોતપોતાને સ્થાને ગયા. અનુક્રમે તે વેશ્યાએ સુલસને એવી રીતે રંજિત કર્યો કે જેથી તે તેણીના ઘરની બહાર પણ નીકળે નહીં. તે ત્યાં રહીને જ પિતાના ધનનો ઉપભેગ કરવા લાગ્યો. એ પ્રમાણે તેણે સોળ વર્ષ નિર્ગમન કર્યા. તેવામાં દેવયોગે તેના માતાપિતા મરણ પાગ્યા. ત્યારપછી તેની પ્રિયા પણ તેજ પ્રમાણે ધન મેકલવા લાગી. કેટલેક કાળે ધન પણ ખુટી ગયું; ત્યારે તેણુએ પોતાના અલંકારે વેશ્યાની દાસી સાથે મોકલ્યા. તે જોઈ અકકાએ વિચાર્યું કે-“ આના ઘરમાં ધન ખૂટી ગયું છે, તો હવે શરીરના અલંકાર શા માટે લેવા જોઈએ?” એમ વિચારી અક્કાએ એક હજાર રૂપિયા સહિત તે અલંકારે તેણીને પાછા મોકલ્યા. ત્યારપછી અકકાએ પોતાની પુત્રી કામ પતાકાને કહ્યું કે-“હે પુત્રી ! આ પુરૂષ ધનરહિત થયો છે, તેથી તેને ત્યાગ કરવોજ એગ્ય છે.” વેશ્યાએ કહ્યું કે “જેણે આપણને ઘણું ધન આપ્યું, તથા જેની સાથે સોળ વર્ષ વિલાસ કર્યો તેને ત્યાગ કેમ કરાય?” તે સાંભળી કુટ્ટિની બોલી કે–“હે પુત્રી ! આપણા કુળને એજ આચાર છે. કહ્યું છે કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust