________________ ભ૪ પ્રરતાવ.. 307 સર્વે માર્ગમાં મરણ પામ્યા. માત્ર એકજ જીવતે રહ્યો છે, તે આપને દેખાડવા અહીં લાવ્યું છે, તે આ૫ જુઓ.” રાજાએ કહ્યું - " હે વ્યવહારી ! તે પક્ષી અહીંજ લાવી મને દેખાડ. " આ પ્રમાણે રાજાની આજ્ઞા થવાથી તે વ્યવહારી ઘણા માણસે પાસે ગાડામાંથી તે પાંજરું ઉતરાવી રાજા પાસે લાવ્યું. પછી તેનું તાળું ઉઘાડ્યું. તે જોઈ રાજા બે કે-“આ પક્ષીએ સુંદર સ્વરવાળા અને મનહર રૂપવાળા સંભળાય છે, માટે જોઈએ કે તે કેવું છે?” એમ કહી રાજાએ તેને જોયું તે પુરૂષની જેવા રૂપવાળું . તેને જોઈ પુષ્પદેવને પૂછયું કે-“શું આ મનુષ્યની જેવા આકારવાળા હોય છે? " વ્યવહારીએ કહ્યું-“હા જી.” રાજાએ કહ્યું“આનો સ્વર મધુર હોય છે, માટે તેને એકવાર બોલાવ.” તે સાંભળી તે વ્યવહારીએ હાથમાં પણ લઈ તેની તીક્ષણ આરથી તેને અત્યંત પીડા ઉપજાવી કહ્યું કે–“હે પક્ષી ! બોલ.” તેણે કહ્યું કે “શું બેલું ?" તે સાંભળી રાજાએ વિસ્મય પામી તેના મુખ અને દાંત જોઈ તેને ઓળખી પુષ્પદેવને પૂછયું કે-“હે વ્યવહારી!. આ પક્ષી તો મારા પુરહિત જેવો દેખાય છે. " તે બેલ્યો-“હે સ્વામી ! તેજ આ છે, એમ આપ જાણે.” ફરી રાજાએ પૂછ્યું“આને આવો કેમ કર્યો છે?” ત્યારે તેને સમગ્ર વૃત્તાંત રાજાને કહ્યો. તે સાંભળી કોધ પામી રાજાએ પોતાના આરક્ષક પુરૂષોને આજ્ઞા કરી કે –“આ દુષ્ટ કર્મ કરનાર અને પરસ્ત્રીગામી અધમ બ્રાહ્મણને મારી નાંખો.” આ પ્રમાણે રાજાની આજ્ઞા થવાથી તેઓએ તે પુરોહિતને ગધેડા પર ચઢાવી વિવિધ વિડંબના પૂર્વક આખા નગરમાં ફેરવી વધસ્થાને લઈ જઈ મારી નાખ્યું. તે મરીને ઘર નરકમાં ગયો. ત્યાં તે અગ્નિથી તપાવેલી પુતળીને આલિંગન કરવું વિગેરે અનેક પ્રકારનાં દુ:ખ પામ્યો. ત્યાંથી ની- . કળીને પણ તે અનંતકાળ સુધી સંસારમાં ભ્રમણ કરશે. ઈતિ ચતુર્થવતે કેરાલપિંગલ કથા. ત્યારપછી ફરી સ્વામી બોલ્યા કે “પાંચમું પરિગ્રહ પ્ર. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust