________________ 308 શ્રી શાંતિનાથ ચરિત્ર માણુ નામનું અણુવ્રત સચિત્ત, અચિત્ત અને મિશ્ર ભેદે કરીને ત્રણ પ્રકારનું છે, અથવા તેના નવ ભેદ પણ કહેલા છે, એટલે કે ધન, ધાન્ય, ક્ષેત્ર, ઘર, રૂપું, કુપ, સુવર્ણ, દ્વિપદ અને ચતુષ્પદ એ નવ પ્રકારના પરિગ્રહનું પ્રમાણ કરવું. જે પુરૂષ આ નવ પ્રકારના પરિગ્રહનું પ્રમાણ કરતો નથી તે સલસ શ્રાવકની જેમ દુઃખ પામે છે. " તે સાંભળી ચકાયુધ રાજાએ કહ્યું કે-“હે ભગવાન! તે સુલસ કોણ હતો ? તેની કથા કૃપા કરીને કહે.” ત્યારે પ્રભુ બાલ્યા કે—“હે રાજન ! સાંભળ:* પાંચમા વ્રત ઉપર સુલસની કથા. * આજ ભરતક્ષેત્રમાં અમરપુર નામે નગર છે. તેમાં છત્રને વિષેજ દંડ હતો, કેશને વિષેજ બંધન હતું, સંગઠીને વિષેજ માર શબ્દની પ્રવૃત્તિ હતી, હાથીઓનેજ મદ હતો, હારને વિષેજ છિદ્ર જેવાતા હતા, તથા કન્યાના વિવાહમાંજ કરપીડન થતું હતું. પરંતુ પ્રજાઓને વિષે તેમાંનું એકપણ નહોતું. તે નગરમાં ન્યાયધર્મમાં તત્પર અમરસેન નામે રાજા હતો, અને વૃષભદત્ત નામનો શ્રેષ્ઠી રહેતે હતો. તે વિશેષે કરીને જૈનધર્મને પાલક તથા સમકિતને ધારણ કરનાર હતો. તેને જિનદેવી નામે સુશ્રાવિકા ભાર્યા હતી. તેની કુક્ષીથી ઉત્પન્ન થયેલો તેમને સુલસ નામે પુત્ર હતું. તે પુત્ર યુવાવસ્થાને પામ્યા ત્યારે તેના માતાપિતાએ તેને જિનદાસ શ્રેષ્ઠીની પુત્રી સુભદ્રા સાથે પરણાવ્યો. એકદા તે સુલસે પિતાની આજ્ઞાથી સદ્દગુરૂની પાસે જઈ શ્રાવકનાં (પરિગ્રહ પ્રમાણ સિવાય) અગીઆર વ્રતો ગ્રહણ કર્યા. ત્યારપછી તે સુલસ કળાના સમૂહમાં રસિક હોવાથી વિષયવિનોદમાં પોતાનું મન કરતે નહેાતે. તેથી શેઠાણીએ તે પુત્રને ધર્મમાં તત્પર તથા શાસ્ત્રમાં આદરવાળે જોઈ શેઠને કહ્યું કે-“હે સ્વામી ! આપણે પુત્ર સાધુ જે દેખાય છે, માટે તે વિષયની વાંછા કરે એવું તમે કરે. " તે સાંભળી શેઠે કહ્યું કે–“હે પ્રિયા ! તું એવું ન બોલ. કારણકે 1 તાંબું પીતળ વિગેરે. 2 પાણિગ્રહણ, બીજા પક્ષે રાજાના કરની પીડા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust