________________ 310 શ્રી શાંતિનાથ ચરિત્ર. विभवो वीतसंगानां, वैदग्ध्यं कुलयोषिताम् / ત્તિર્ષિ વશિઝ શ્રેમ, વેશ્યાનામમૃતં વિષમ ? | “સંગરહિત સાધુઓનો વૈભવ, કુળસ્ત્રીઓની ચતુરાઈ, વણિકાનું દાક્ષિણ્ય પણું અને વેશ્યાઓનો પ્રેમ, એ અમૃત છતાં પણ વિષતુલ્ય છે.” * * જે ધનવાન હોય તેનીજ આપણે સેવા કરવાની છે, પણ જે નિધન હોય તેને તે પીલેલી શેરડીના કકડાની જેમ ત્યાગજ કર એગ્ય છે.” આ પ્રમાણે કહા છતાં પણ તે વેશ્યાએ સુલસને તો નહિં. - એકદા અવસર જોઈને અકાએ સુલસને કહ્યું કે–“હે ભદ્ર! ક્ષણવાર તું નીચે જા, કે જેથી અહીં વાળીને સાફ કરાય.” તે સાંભળી તેણે વિચાર્યું કે- “સેળ વર્ષમાં આવું વચન કેઈપણ વખત મેં સાંભળ્યું નથી. આજેજ આ વચન સાંભળ્યું તેનું શું કારણ હશે?” એમ વિચારી તે સુલસ નીચે ઉતરીને બેઠો. તે વખતે અકકાની દાસીઓએ તેને કહ્યું કે–“નિર્લજજની જેમ તું અહીં કેમ બેસી રહ્યો છે?” આ વચન સાંભળી તત્કાળ સુલસ તે ઘરમાંથી બહાર નીકળી પિતાના ઘર તરફ ચાલ્ય; પરંતુ ઘરને માગ પણ ભૂલી ગયા હતા. કોમળતાને લીધે તે ચાલતાં પણ ખેદ પામતો હતે. પછી માર્ગને સંભારતે સંભારતો ધીમે ધીમે પિતાના ઘરની સમીપે આવ્યો. તે ઘર જીર્ણ થઈ ગયેલું હતું, તેની ભીંતે પડી ગયેલી હતી, ચૂનો ઉખડી ગયે હતો અને કમાડે ભાંગી ગયેલાં હતાં. આવું ખંડેર જેવું, શોભારહિત, ઉજજડ અને નિર્જન ઘર જોઈ તેણે કોઈ માણસને પૂછયું કે “હું ભાઈ! વૃષભદત્ત શેઠનું ઘર આ જ કે નહીં?” તેણે કહ્યું –“હા. આ જ છે.” સુલસે પૂછયું–તે તે આવું કેમ દેખાય છે? તે શેઠ ક્ષેમકુશળ છે કે નહીં?” તે બે -“શેઠ અને શેઠાણી તે મરણ પામ્યાં છે, અને નિર્ધન થવાથી ઘર પણ પડી ગયું છે.” આ પ્રમાણે સાંભળી શકાતુર થયેલા તેણે વિચાર્યું કે-“અહો ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust