________________ 306 શ્રી શાંતિનાથ ચરિત્ર. નામના વણિકને હુકમ કરે.” તે સાંભળી રાજાએ તત્કાળ પુ૫દેવને બોલાવી કહ્યું કે –“હે શ્રેષ્ઠિન!કિંજલ૫ દ્વીપમાં જઈ ત્યાંથી કિંજલ૫ક પક્ષી લઈ આવ.” આવું રાજાનું વચન સાંભળી તેણે વિચાર્યું કે -" આ સર્વ પ્રપંચ પુરોહિતનો છે.” એમ વિચારી તેણે રાજાને કહ્યું કે “આપની આજ્ઞા પ્રમાણ છે.” એમ કહી તે પોતાને ઘેર ગયે. પછી પિતાના ઘરમાં એક નવું ભેંયરું કરાવી તેના પર એક યંત્રવાળે પથંક ગઠવ્યો. પછી પોતાના વિશ્વાસુ માણસને કહ્યું કે–“ જે કદાચ અહીં કરાલપિંગલ પુરોહિત આવે તે આ યંત્રની શય્યા પર બેસાડી તેને ભોંયરામાં નાંખી દેવો અને પછી ગુપ્ત રીતે તેને મારી પાસે લાવવો.” આ પ્રમાણે પિતાના સેવકોને આજ્ઞા આપીને પુષ્પદેવ પિતાના ઘરથી નીકળી દેશાંતર જવા માટે નગરની બહાર જઈ કઈ ગુપ્ત સ્થાનમાં રહ્યો. તે વખતે પુષ્પદેવને ગયે જાણી હર્ષ પામેલે કરાલપિંગલક તેને ઘેર ગયે. ત્યાં પુષ્પદેવના વિશ્વાસુ સેવકે ગુપ્ત રીતે ઘરમાં રહેલા હતા. પુષ્પદેવની પત્નીએ તે પુરોહિતને બહુમાનપૂર્વક તે યાંત્રિક પલ્લંક પર બેસાડ્યો, એટલે તરતજ ભૂમિગૃહમાં પડ્યો. પછી અંદર ગુપ્ત રહેલા સેવકેએ તેને મયૂરબંધને બાંધી પુષ્પદેવને સોંપ્યા. ત્યારે તે બુદ્ધિમાન પુખદેવ તે દુષ્ટને પાંજરામાં નાંખી પોતાની સાથે કંઈક દેશાંતરમાં લઈ ગયા. ત્યાં છ માસ રહી પિતાનું કાર્ય સિદ્ધ કરી પાછો વળી પિતાને નગરે આવ્યો. તે વખતે તે પુરોહિતની વિડંબના કરવા માટે પોતાની બુદ્ધિથી આ પ્રમાણે તેણે ઉપાય ર.પ્રથમ મીણને ગાળી તેનો રસ તેના આખા શરીરે ચોપડ્યો. પછી પાંચ રંગનાં જૂદા જૂદાં પીછાં તેના આખા શરીર પર સુંદર લાગે તે પ્રમાણે ચટાડ્યાં. આ રીતે તે પુરોહિતને પક્ષી બનાવી તેને મોટા કાષ્ઠપંજરમાં નાખી તેના દ્વારે તાળું વાસી તે પાંજરું એક ગાડામાં ચડાવી પિતાની સાથે લઈ રાજસભામાં ગયે, અને રાજાને પ્રણામ કરી વિજ્ઞપ્તિ કરી કે–“હે રાજન ! આપના આદેશથી હું જળમાર્ગે થઈ તે દ્વીપમાં ગયા હતા. ત્યાંથી મેં ઘણું કિંજ૫ક પક્ષીઓ લીધા હતા, પરંતુ તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust