________________ 14 પ્રસ્તાવ. 305 હે ભદ્ર! તારી સ્વામિની મારી ઈચ્છા કરે એવું કર.” તે સાંભળી તેણીએ એક વખત પિતાની સ્વામિનીની પાસે તે પુરોહિતનું વચન કહ્યું, પરંતુ તે શીળવાળીએ તેનું વચન અંગીકાર કર્યું નહીં. ત્યારે તે દાસીએ તે વાત પુરોહિતને કહી કે—મારી સ્વામિની તમારું વચન અંગીકાર કરે તેમ નથી. " તે સાંભળી તે દુરાત્માએ એકદા અવસર પામીને પોતે જ તે પદ્મશ્રી પાસે ક્રીડા કરવાની પ્રાર્થના કરી. તે વખતે તે બેલી કે–“એવું લશો નહી, કેમકે વખતે તમારા મિત્રને આ વાતની ખબર પડી જશે.”. તે સાંભળી પુરોહિતે ધાર્યું કે -" આ મારા પર સ્નેહવાળી તે છે. એ પછી કરીને હાસ્યથી બોલ્યો કે –“હે ભદ્રે ! તારો પતિ દેશાંતરમાં જાય એવું કાંઈક તું કર.” આ પ્રમાણેનું તેનું વચન સાંભળી તેણુએ તે સર્વ વૃત્તાંત પોતાના પતિને કહ્યો. તે વૃત્તાંત પુષ્પદેવે પિતાના મનમાં જ રાખે, ક્યાંઈ પણ પ્રગટ કયો નહીં; પરંતુ તેણે પોતાના મનમાં વિચાર્યું કે“પુરોહિત શું કરે છે તે જોઈશ. " ત્યારપછી એકદા તે પુરોહિતે વિદ્યાના બળથી રાજાના મસ્તકમાં દુઃસહ પીડા ઉત્પન્ન કરી. તે વખતે મસ્તકની પીડાથી પીડાયેલા રાજાએ પુરોહિતને બોલાવી કહ્યું કે–“હે પુરોહિત! આ પીડાથી મારા પ્રાણ પણ હમણાં ચાલ્યા જશે; માટે કાંઈક મંત્રતંત્રાદિકનો ઉપાય કરી મારી પીડા શાંત કરો.” તે સાંભળી તરત જ પોતે કરેલી પીડા મંત્રના ઉપાયથી દૂર કરી. તે વખતે રંગરહિત થવાથી પ્રસન્ન થયેલા રાજાએ પુહિતને કહ્યું કે –“હે પૂજ્ય ! કાંઈ પણ ઈચ્છિત માગે.” પુરેહિતે કહ્યું –“હે રાજન ! આપના પ્રસાદથી સર્વ પરિપૂર્ણ છે; તો પણ હે નરેશ્વર ! મારે એક મનોરથ પૂર્ણ કરે. તે એ કે કિજ૫ નામના દ્વીપમાં કિજપક જાતિના પક્ષીઓ રહે છે, તે પક્ષીઓનો સ્વર સુંદર હોય છે, તેમનો આકાર મનહર હોય છે, અને તેમને જોવાથી અત્યંત સુખ પ્રાપ્ત થાય છે. તે પક્ષીઓ લાવવા માટે અહીંના રહીશ પુષ્પદેવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust