________________ વજી પ્રસ્તાવ. 303 છે, એક ઔદારિક અને બીજાં વક્રિય. તેમાં દારિક છે તે પણ તિર્યંચ અને મનુષ્યના ભેદે કરીને બે પ્રકારનું છે તથા વૈક્રિય મૈથુન દેવાંગના સંબંધી હોવાથી એકજ પ્રકારનું છે. સર્વ વ્રતોમાં આ વ્રત અતિ દુષ્કર છે. તે વિષે કહ્યું છે કે , . . " मेरू गरिठो जह पव्वयाणं, एरावणो सारतरो गयाणं / . साहो बलिछो जह सावयाणं, तहेव सीलं पवरं वयाणं // 1 // " - “જેમ સર્વ પર્વતોમાં મેરૂ મોટો છે, સર્વે હાથીઓમાં એરાવણ મોટો છે, અને સર્વ શિકારી પશુઓમાં સિંહ બળિ૪ છે, તેમ સર્વ વ્રતોમાં શીળ વ્રત મોટું છે. " - પરસ્ત્રીનો ત્યાગ કરવો તે શીળવ્રત કહેવાય છે, અને સર્વ સ્ત્રીને નિષેધ કરે તે બ્રહ્મવ્રત કહેવાય છે. જેઓ પરસ્ત્રીલંપટ : હોય છે તેઓ ઘણાં પ્રકારનાં દુઃખ પામે છે. કહ્યું છે કે .. " नपुंसकत्वं तिर्यक्त्वं, दौर्भाग्यं च भवे भवे / મારા/ સ્ત્ર ચા પત્તાસ તામ્ N ? " ' અન્ય કાંતામાં આસક્ત ચિત્તવાળા પુરૂષો અને અન્ય પુરૂષમાં આસક્ત ચિત્તવાળી સ્ત્રીઓ ભવ ભવને વિષે નપુંસકપણું, તિયચપણું અને દુર્ભાગ્યપાણ પામે છે.” આ કારણથી પ્રાર્થીએ પરસ્ત્રીની લોલુપતા તજવા યોગ્ય છે. જે તેનો ત્યાગ ન કરે તો કરાલપિંગલ નામના પુરોહિતની જેમ તે દુ:ખનું સ્થાન થાય છે. " આ પ્રમાણે સાંભળી ચક્રાયુધ રાજાએ પૂછ્યું કે –“હે પ્રભુ! તે કરાલપિંગલ કેણ હતો ? અને તે શી રીતે ચોથા વ્રતની વિરાધના કરવાથી દુ:ખ પામ્યો ? હે સ્વામિન્ ! કૃપા કરીને તેની કથા કહો.” ત્યારે ભગવાન બોલ્યા કે–“તેની કથા સાંભળે— કરાલપિંગલની કથા. આજ ભરતક્ષેત્રમાં નળપુર નામનું નગર છે. તેમાં નલપુત્ર નામે પ્રતાપી રાજા હતો. તેને ઘેર તે રાજાને અત્યંત અભીષ્ટ અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust