________________ 302 શ્રી શાંતિનાથ ચરિત્ર. જીર્ણ તૃણની જેમ ત્રણ વાર ભાંગી નાખી ત્યારે આરક્ષકોએ તેને ફાસ નાંખી વૃક્ષની શાખાપર લટકાવ્યું. ત્યાં પણ દેવતાએ તે ફાંસે તેડી નાંખે. તે જોઈ ક્રોધ પામેલા કોટવાળના પુરુષોએ તેના શરીર પર ખના પ્રહાર કર્યા. તે પ્રહાર દેવતાએ તેના શરીરપર પુષ્પની માળારૂપ કર્યા. આવો તેનો અતિશય પ્રભાવ જોઈ આરક્ષક પુરૂષોએ આશ્ચર્ય પામી તે વૃત્તાંત રાજા પાસે જઈને નિવેદન કર્યો. રાજા પણ ભય અને આશ્ચર્ય પામી તત્કાળ તેની પાસે ગયે; અને તેનો તે પ્રભાવ જોઈ તેને હાથી પર બેસાડી પોતાને ઘેર લાવી વિનયપૂર્વક તેની પાસે તેણે સર્વ વૃત્તાંત પૂછો, ત્યારે તેણે રાજા પાસે સત્ય વાત કહી. તે સાંભળી રાજાએ કેટવાળ ઉપર અત્યંત કુપિત થઈ તેનો વધ કરવા હુકમ કર્યો, પરંતુ દયાળુ જિનદત્તે રાજાને વિજ્ઞપ્તિ કરીને તેને મૂકાવ્યો. તે વખતે રાજાએ તેને કહ્યું કે-“હે વ્યવહારી ! જેણે તમારી જેવા સમ્યગ્દષ્ટિ અને ધમીને પણ મિથ્યા દોષ દીધો તેવા દુષ્ટનો વધ કરવો તેજ ચાગ્ય છે. " જિનદત્ત બોલ્યો કે-“હે રાજન ! મને પંડેલા કષ્ટમાં આનો શે દેષ છે ? મારા કર્મનોજ દોષ છે. " પછી રાજાએ સંતુષ્ટ થઈ તેનાપર પંચાંગ પ્રસાદ કરી મહોત્સવપૂર્વક તેને ઘેર કર્યો. તેના માતા પિતા વિગેરે સર્વ સ્વજનો હર્ષ પામ્યા. તે વખતે પ્રિયમિત્ર વ્યવહારીએ આવીને જિનદત્તની પાસે જિનમતીએ કરેલ શાસનદેવતાનું આરાધન અને કાયોત્સર્ગનું કરવું વિગેરે વૃત્તાંત કહ્યો. તે સાંભળી તે પિતાના મનમાં વિશેષ હર્ષ પામ્યું. ત્યારપછી શુભ દિવસે જિનદત્ત મહોત્સવપૂર્વક જિનમતીને પરણ; અને તેની સાથે કેટલોક કાળ ભોગ ભોગવી વૈરાગ્ય પામીને ભાય સહિત શ્રીસુસ્થિત નામના આચાર્ય પાસે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા ચિરકાળ પાળી શુભ ધ્યાનવડે મરણ પામી પ્રિયા સહિત તે સ્વર્ગે ગયે. ઈતિ પરદ્રવ્યાપહારવિતિ ઉપર જિનદત્તની કથા. હવે શ્રી શાંતિનાથ સ્વામી ચકાયુધ રાજાની પાસે ચોથા વ્રતનો વિચાર કહેવા લાગ્યા કે –“હે રાજન ! મૈથુન બે પ્રકારનું P.P. Ad Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust