________________ પણ પ્રસ્તાવ. 301 બીજાના દેખતા છતાં પવિત્તનું હરણ કરે છે. તે સાંભળી ક્રોધ પામેલા રાજાએ વિચાર્યું કે–“ આ જિનદત્ત સારે માણસ સંભળાય છે, પણ આના કહેવા પ્રમાણે તે સત્પરૂષ જણાતો નથી. માટે જે તે દુષ્ટ કર્મ કરનાર હોય તો તેને રાજાએ વધ કરવો જોઈએ. " એમ વિચારી રાજાએ વસુદત્તને આજ્ઞા આપી કે—“ હે કોટવાળ ! જે જિનદત્ત ચોર હોય તે વિડંબનાપૂર્વક તેનો વધ કર. " આ પ્રમાણેનો રાજને આદેશ થતાંજ હર્ષિત થયેલા વસુદત્તે તત્કાળ જિનદત્તને પકડી ગધેડા પર ચઢાવી રક્તચંદનને તેના શરીરે લેપ કરી કાહલ વિગેરે વિરસ વાજિત્રાના નાદાપૂર્વક ત્રિક, ચતુષ્ક વિગેરે માર્ગમાં ફેરવવા માંડયો. તે જોઈ ઠેકાણે ઠેકાણે લોકો “હા” “હા” શબ્દ કરવા લાગ્યા. અનુક્રમે તેને રાજમાર્ગમાં લાવવામાં આવ્ય; તેટલામાં તેને કોળાહળ સાંભળી સમિપના ઘરમાં રહેલી જિનમતી બહાર નીકળી અને તેણે વિડંબના પમાડતા તે વ્યવહારીને . તે વખતે રૂદન કરતી તે બાળાએ મનમાં વિચાર્યું કે -" અહા ! આ જિનદત્ત ધમ, દયાળુ અને દેવગુરૂની ભક્તિમાં તત્પર છે, તે નિરપરાધી છતાં કેવી કષ્ટકારી દશાને પામ્યા છે?” તેવામાં જિનદત્તે પણ તેને પિતાની સન્મુખ જોતી દેખીને તેના પર નેહવાળા થઈ મનમાં વિચાર્યું કે_“અહો ! આની મારા પર કેવી અકૃત્રિમ પ્રીતિ છે? મારું દુ:ખ જોઈ તે અત્યંત દુઃખી થઈ જણાય છે; તેથી જે દાચ આ વ્યસનથી હં સક્ત થઈશ તો તેનો સ્વીકાર કરીશ અને કેટલેક કાળ તેની સાથે ભેગ ભોગવીશ. અન્યથા મારે અત્યારથીજ સાગારિક અનશન છે.” આ પ્રમાણે વિચાર કરતાં તેને કોટવાળના દૃષ્ટ પુરૂષે વધસ્થાન તરફ લઈ ગયા. અહીં તે પ્રિય મિત્રની પુત્રી જિનમતીએ હાથ પગ ધોઈ ગ્રહમૈત્યમાં જઈ પ્રતિમાની પાસે શાસનદેવતાનું હૃદયમાં ચિતવન કરીને જિનદત્તનાં દુ:ખને નાશ કરવા માટે શુદ્ધ બુદ્ધિથી કાયેત્સર્ગ કર્યો. તેણના શિયળના પ્રભાવથી તથા શ્રેષ્ઠ ભક્તિથી સંતુષ્ટ થયેલી શાસનદેવીએ જિનદત્તની શૂળી ઠઢ હતી છતાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust