________________ શ્રી શાંતિનાથ ચરિત્ર, નાંખ્યું છે. ત્યારપછી ફરીથી હું તે ધન લેવા અહીં આવ્યું ત્યારે તેમાં એક ફણાના આટેપથી ભયંકર માટે સર્પ જે. તે જોઈ મેં વિચાર્યું કે અહો આ ધન તે દેવ અધિષ્ઠિત થયું.' એમ વિચારી હું પાછો ઘેર ગયે. હવે જે આપની આજ્ઞા હોય તે કઈ પણ ઉપાયથી ધનના અધિષ્ઠાયિક ગર્વિષ્ઠ સર્પને હું હજું કે જેથી દ્રવ્ય લઈ શકાય.” આ પ્રમાણે સત્ય જેવું તેનું વચન. સાંભળી રાજાએ કહ્યું કે-“ તારી ઈચ્છા પ્રમાણે કર.” તે સાંભળી સુબુદ્ધિએ તત્કાળ સર્વ જનની સમક્ષ છાણાં લાવી તેનાથી વૃક્ષનું કેટર પૂરી દીધું તથા બહારથી પણ તે વૃક્ષની ફરતા છાણા ગોઠવી દીધા અને તેમાં અગ્નિ સળગાવ્યું. એટલે છાણાથી ઉત્પન્ન થયેલા ધુમાડાવડે આકુળવ્યાકુળ થયેલો દુષ્ટબુદ્ધિનો પિતા દ્રશેઠ તત્કાળ વૃક્ષના કોટરમાંથી નીકળીને ભૂમિપર પડ્યો. તેને રાજાએ તથા સર્વ લોકેએ જોયો અને ઓળખે. પછી આશ્ચર્ય પામી સર્વ જનોએ તેને પૂછયું કે-“હે ભદ્ર શેઠ! આ શું ?" ત્યારે તે બોલ્યો કે–“હે નરેશ્વર ! આ દુરાત્મા દુષ્ટબુદ્ધિ કુપુત્રે મારી પાસે ફૂટ સાક્ષી પૂરાવી છે. અસત્ય વચનનું ફળ મને તો આ ભવમાંજ મળ્યું છે; માટે કોઈએ પણ ભુભેચુકેયે અલીક વચન બલવું નહીં.” આ પ્રમાણે કહીને તે શ્રેષ્ઠી મન રહ્યો, ત્યારે રાજાએ દુષ્ટબુદ્ધિનું સર્વસ્વ લઈ લીધું અને તેને દેશનીકાલ કયો. સુબુદ્ધિ સત્યવાદી હોવાથી રાજાએ વસ્ત્ર અને અલંકાર વિગેરે તેને સત્કાર કર્યો અને લોકોએ તેની પ્રશંસા કરી. આ કથાનો સાર જાણે મનુષ્યએ આલેક અને પરલોકમાં હિતકારક એવું સત્ય વચનજ બોલવું, અને અસત્ય વચનને સર્વથા ત્યાગ કરવો. ઈતિ અસત્ય વચન ઉપર ભદ્રશ્રેણીની કથા. - હવે સ્થળ અદત્તનો ત્યાગ કરે તે ત્રીજું અણુવ્રત છે, તે જિનદત્તની જેમ પાળવું. આ પ્રમાણે શ્રી શાંતિનાથ સ્વામીએ કહ્યું, ત્યારે ચકાયુધ રાજાએ વિજ્ઞપ્તિ કરી કે –“હે સ્વામિન્ ! એ જિનદત્ત કોણ હતો ? અને તેણે ત્રીજું વ્રત કેવી રીતે પાળ્યું ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust