________________ લઈ પ્રસ્તાવ 297 હતું ? " આ પ્રમાણે પૂછવાથી પ્રભુ બોલ્યા કે–“ હે ભદ્ર ! તેની કથા સાંભળ:– - જિનદત્તની કથા. . વસંતપુરમાં જિતશત્રુ નામે રાજા હતો. તે નગરમાં જિનદાસ શ્રેણીનો પુત્ર જિનદત્ત નામે જીવાજીવાદિક તત્ત્વને જાણનાર સુશ્રાવક રહેતા હતા. તે યુવાવસ્થા પામ્યા છતાં વૈરાગ્યના રંગને લીધે ચારિત્ર ગ્રહણ કરવાની ઈચ્છાવાળો હતો અને વિવાહાદિકથી વિરક્ત હતો. એકદા તે મિત્રમંડળ સહિત નગરની બહારના ઉદ્યાનમાં ગયો. ત્યાં ઉંચા શિખરવાળું એક મોટું જિનમંદિર જોયું. તે જોઈ જિનદત્ત શેઠનું ચિત્ત હર્ષથી વિકસ્વર થયું. પછી વિધિપૂર્વક જિનમંદિરમાં પ્રવેશ કરી પુષ્પાદિકથી જિનેશ્વરની પૂજા કરી તે ચૈત્યવંદન કરવા લાગ્યું. તે અવસરે તેજ નગરીની રહીશ એક કન્યા ત્યાં આવી. તે ઉત્તરીય વસ્ત્રવડે મુકેશ બાંધી મનોહર સુગંધી દ્રવડે જિનપ્રતિમાનું મુખ શેભાવવા માટે તેના બે કપલ ઉપર પીલ કાઢવા લાગી. આ પ્રમાણે તે કન્યાને જિનેશ્વરની ભક્તિમાં તત્પર જોઈ ચિત્તમાં આશ્ચર્ય પામેલા જિનદત્ત પોતાના મિત્રોને પૂછયું કે-“હે મિત્રો ! કહો, આ કોની પુત્રી છે?” તેઓ બોલ્યા કે—“અહો ! શું તું આને જાણતા નથી ? આ પ્રિયમિત્ર નામના સાર્થવાહની પુત્રી જિનમતી નામની સર્વ સ્ત્રીઓમાં શિરોમણિ છે. તું પણ રૂપ અને . લાવણ્ય વિગેરે ગુણોએ કરીને પુરૂષોમાં શિરમણિ છે; માટે જે કદાચ વિધાતા તમારા બંનેના ગૃહસ્થાશ્રમને યોગ કરે તો તે વિધાતાને સુષ્ટિ રચવાનો (તમને બંનેને રચવાનો પ્રયાસ સફળ થાય.” આ પ્રમાણે મિત્રોએ હાસ્યપૂર્વક કહ્યું, ત્યારે જિનદત્ત બોલ્યો કે–“હે મિત્રો ! આ જિનાલયમાં તમે મારી સાથે હાસ્ય કરે છે તે યોગ્ય નથી. વળી હે મિત્રો ! હું દીક્ષાનો અભિલાષી છું, તે શું તમે નથી જાણતા ? મેં તો આ કન્યાની મુખમંડન કરવાની કળા જોઈ તમારી પાસે રાગ રહિતપણેજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust