________________ 298 શ્રી શાંતિનાથ ચરિત્ર. તેનું વૃત્તાંત પૂછ્યું હતું, અન્યથા તે અહીં જિનાલયમાં સ્ત્રી જાતિનું નામ પણ લેવાય નહીં. કારણ કે સિદ્ધાંતમાં કહ્યું છે છે કે “જિનેશ્વરના મંદિરમાં 1 તાંબુલ, 2 જળપાન, 3 ભજન, 4 વાહન, 5 સ્ત્રીભેગ, 6 શયન, 7 થુંકવું, 8 મૂત્ર, 9 ઉચ્ચાર અને 10 દ્યુત વિગેરે કાંઈ પણ કરવું નહીં.” આ કારણથી નારીની વાર્તા કરવી તે પણ યોગ્ય નથી.” આ પ્રમાણે જિનદત્ત બોલતો હતો તેવામાં જિનમતીએ તેની સન્મુખ જોયું, તે તેને શુભ આકારવાળે અને રૂપ તથા લાવણ્યાદિક ગુણવાળ જોઈ તે કન્યાના ચિત્તમાં અનુરાગ ઉત્પન્ન થયો. તેના મનનો એવો અભિપ્રાય તેની સખીઓએ જાણી લીધો. તેથી ઘેર જઈ તેઓએ તેના માતાપિતાને તે અભિપ્રાય કહ્યો. જિનદત્ત પણ પોતાને ઘેર જઈ ભજન કરી દુકાને જઈને દ્રવ્ય ઉપાર્જન માટે વ્યાપાર કરવા લાગ્યા. આ અવસરે જિનમતીને પિતા જિનદાસ શ્રેષ્ઠી પાસે ગયા, અને તેણે પોતાની પુત્રી તેના પુત્રને આપી. શ્રેષ્ઠીએ પણ હર્ષના ઉલ્લાસપૂર્વક તે સંબંધ અંગીકાર કર્યો. તેણે વિચાર્યું કે–“જેમની પાસે સરખું વિત્ત હોય અને જેમનું સમાન કુળ હોય, તેમની સાથે મૈત્રી અને વિવાહ કરવા યોગ્ય છે; પરંતુ એક ઉચ્ચ અને બીજે હીન હોય તેવા અસમાનમાં તેવો સંબંધ કરવો યેગ્ય નથી.” વળી તેણે વિચાર્યું કે -" આવતી લક્ષ્મીનો નિષેધ કરવો તે ઠીક નહીં. " આવી લેકેતિ પણ તેણે ચિત્તમાં વિચારી તે સંબંધ અંગીકાર કરીને પ્રિય મિત્ર શ્રેષ્ઠીને સન્માનપૂર્વક વિદાય કર્યો. ત્યારપછી જ્યારે જિનદત્ત ઘેર આવ્યું ત્યારે તેને તેના પિતાએ વિવાહની હકીકત કહી, એટલે તે બોલ્યો કે–“તે પરણવાનો નથી, મારે તો દીક્ષા લેવી છે.” તે સાંભળી તેના પિતાએ તેને પૂછ્યું કે–“તે કન્યા તને કોઈ ઠેકાણે કઈ વખત મળી હતી ? તેણે તને કઈ ઠેકાણે જે હતો?” ત્યારે તેણે 1 આ દશ મટી આશાતના છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust