________________ 294 - શ્રી શાંતિનાથ ચરિત્ર. જઈ નિધાનની ભૂમિ ખોદવા લાગ્યા, તેટલામાં ત્યાં તેમણે ધન જોયું નહીં; એટલે કપટના સ્થાનરૂપ દુષ્ટબુદ્ધિ માયા કરીને બોલ્યા કે–“હા ! કંઈ પાપીએ મને છેતર્યો.” એમ બોલતો તે પથ્થર વડે માથું અને છાતી કુટવા લાગ્યા અને સુબુદ્ધિને કહેવા લાગ્યા કે–“હે સુબુદ્ધિ ! આ ધન જ લીધું છે, કારણ કે આપણું બે વિના ત્રીજું કોઈ પણ આ સ્થાનને જાણતું નથી. " તે સાંભળી સુબુદ્ધિએ કહ્યું કે-“હે મિત્ર! જે આ ધન હરણ કરવાની મારી બુદ્ધિ હોત તો તારી પાસે મેં પ્રથમ વાતજ શાની કરી હતી ? પરંતુ તું પોતેજ વંચક (ધૂત) છે, તેથી મને પણ તું તારા જેવોજ માને છે.” આ પ્રમાણે પરસ્પર કજીઓ કરતા તે બન્ને રાજા પાસે ગયા. ત્યાં પ્રથમ દુષ્ટબુદ્ધિએ રાજા પાસે વિજ્ઞપ્તિ કરી કે–“ દેવ! અમે ક્યાંઈથી એક નિધાન પામ્યા હતા, તે આપના ભયને લીધે અમે એક ઝાડ નીચે ગુપ્ત રીતે દાટયું હતું, પરંતુ આ સુબુદ્ધિએ મને છેતરીને તે ધન લઈ લીધું છે, માટે હે નરેંદ્ર ! આપ તેનો યથાગ્ય ન્યાય કરો.” તે સાંભળી રાજાએ તેને પૂછયું કે -" આ વિષયમાં કોઈ તારો સાક્ષી છે?” દુષ્ટબુદ્ધિએ કહ્યું કે–“હે સ્વામિન્ ! સાક્ષી તો કોઈ પણ નથી, પરંતુ અમે જ વૃક્ષની નીચે નિધાન દાટયું હતું તે વૃક્ષજ જે કહે તો આપ સત્ય માનો કે નહીં ?" રાજાએ કહ્યું-“હા.” તે બોલ્યોકાલે જ હું આપને તે કરી બતાવીશ.” પછી રાજાએ તે બન્નેના જામીન લઈ તેમને રજા આપી, એટલે તેઓ પોત પોતાને ઘેર ગયા. સુબુદ્ધિએ પોતાના મનમાં વિચાર કર્યો કે-“અહો ! આ દુષ્ટબુદ્ધિ અત્યંત દુષ્કર કાર્ય શી રીતે કરી શકશે? કારણ કે લાકમાં તે કહેવાય છે કે ધર્મથી જ જાય છે, અધર્મથી જય થતો નથી.” આમ વિચારી તે નિશ્ચિતપણે પોતાને ઘેર ગયે. - અહીં દુષ્ટબુદ્ધિએ પિતાને ઘેર જઈ કપટરચના કરવાનો વિચાર કરી એકાંતમાં પોતાના ભદ્ર નામના પિતાને કહ્યું કે— “હે પિતા ! મારું એક વચન સાંભળે. સર્વ સોનામહોર મારા હાથમાં આવી ગઈ છે, પરંતુ રાત્રિએ કોઈ ન જાણે તેમ હું તમને ત્યાં લઈ જઈને તે વૃક્ષના કોટરમાં રાખીશ. પછી પ્રભાતકાળે ત્યાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust