________________ 292 શ્રી શાંતિનાથ ચરિત્ર. કહ્યું કે –“હે દેવ ! હું જીવહિંસા કરતો નથી.” તે સાંભળી રાજાએ તેને પૂછ્યું કે “હે તલાક્ષ! તું જાતિથી તે ચંડાળ છે અને જીવહિંસા કેમ કરતા નથી ?" ત્યારે તે બે કે - હે રાજન ! સાંભળો– - હસ્તિીષ નામના નગરમાં દવદંત નામે એક વણિકપુત્ર હતો. તેણે એકદા શ્રીઅનંતનામના તીર્થકર પાસે ધર્મદેશના સાંભળી વૈરાગ્ય પામી દીક્ષા ગ્રહણ કરી. તે દવદંત મુનિને તીવ્ર તપ કરવાથી અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ. ત્યારપછી તે ગીતાર્થ મુનિ એકલા વિહાર કરતા આ નગરીમાં આવી સ્મશાનની પાસે કાયેત્સર્ગ કરી નિશ્ચળપણે રહ્યા. તે વખતે મારે પુત્ર અતિમુકતક નામનો કે જે ઉપસર્ગના વ્યાધિથી અત્યંત પીડા પામતે હતા તે ફરતે ફરતે સ્મશાનમાં ગયે, અને ત્યાં રહેલા મુનિને ભક્તિથી તેણે વંદના કરી. તેના પ્રભાવથી મારો પુત્ર નીરોગી થયે. તેણે ઘેર આવી તે વૃત્તાંત મને કહ્યો. તે સાંભળી કુટુંબ સહિત રેગથી પીડા પામતે હું પણ ત્યાં ગયા અને તે મુનિને અમે નમસ્કાર કર્યા. તેથી હું અને મારું કુટુંબ અને સર્વે નરેગી થયા. ત્યારપછી મેં શ્રાવકધર્મ અંગીકાર કર્યો, તેમાં જાવજજીવ પર્યત મેં હિંસાને ત્યાગ કર્યો છે. હે રાજન ! તેજ મુનિએ મારી પાસે પોતાના પ્રતિબોધની કથા કહી હતી, તેથી હું તેનું વૃત્તાંત જાણું છું.” તે સાંભળી સંતોષ પામેલા રાજાએ તે યમપાશને સત્કાર કરી તેને સમગ્ર ચંડાળની જાતિને સ્વામી બનાવ્યું. પછી રાજાના આદેશથી બીજા ચંડાળે તે મમ્મણને વધ કર્યો. યમદંડ પિતાનું આયુષ્ય પૂર્ણ કરી મરણ પામીને દેવ થયે. - ઈતિ પ્રાણાતિપાત વિરતિના વિષય ઉપર યમપાસ , 1 ચંડાળની કથા. છે. બીજું મૃષાવાદ વિરમણ નામનું વ્રત છે. તે 1 કન્યા, 2 ગાય, અને 3 ભૂમિ સંબંધી અસત્ય બોલવું તથા 4 કોઈની થાપણું ઓળવવી અને 5 ખટી સાક્ષી પૂરવી, એ પાંચ પ્રકારના ત્યાગરૂપ છે. તે ઉપર ભદ્ર શ્રેષ્ઠીની કથા છે તે આ પ્રમાણે– P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust