________________ 297 શ્રી શાંતિનાથ ચરિત્ર. ત્યારપછી તે મુનિ ચારે કષાયરૂપી સને શરીરરૂપી કરંડી આમાં ગુપ્ત કરી બહાર નીકળતાં તેમને રોકવા લાગ્યા. આ પ્રમાણે તે નાગદત્ત મુનિ કષાયોને જીતી સમગ્ર કમનો ક્ષય કરી કેટલેક કાળે કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા.. ઈતિ ગાંધર્વ નાગદત્ત કથા. - શાંતિનાથ પરમાત્મા કહે છે કે –“આ પ્રમાણે પાંચ પ્રકારના પ્રમાદવિવેકીઓએ તજવા યોગ્ય છે; તથા ચાર પ્રકારનો ધર્મ અને ગીકાર કરવા ગ્ય છે. આ ધર્મ સાધુ અને શ્રાવકના ભેદવડે બે પ્રકારનો છે. તેમાં ક્ષાંતિ વિગેરે.દશ પ્રકારે યતિધર્મ કહેલો છે. અને શ્રાવક ધર્મ બાર પ્રકારે કહેલો છે. બંને પ્રકારના ધર્મમાં પ્રથમ સમકિત કહેલું છે. તે સમકિત બે પ્રકારે, ત્રણ પ્રકારે, ચાર પ્રકારે, પાંચ પ્રકારે તથા દશ પ્રકારે કહેલું છે, તે સિદ્ધાંતને અનુસારે જાન ણવું. તથા પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ બાર પ્રકારે શ્રાવક ધર્મ અનંત જિનેશ્વરએ કહેલો છે. તેમાં પ્રથમ સ્થળ પ્રાણાતિપાત નામના પહેલા અણુવ્રત ઉપર કથા છે, તે આ પ્રમાણે— - યમપાશ માતંગની કથા. કોઈ એક નગરમાં યમપાશ નામે તલારક્ષક હતો. તે ચંડાળ જાતિનો હતો, પરંતુ કમેવ ચંડાળ નહોતો. તેજ નગરમાં દયાદિક ગુણવાળે નળદામ નામે એક શ્રેષ્ઠ વણિક રહેતો હતે. તેને સુમિત્રા નામની પ્રિયા હતી. તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલ મમણ નામે પુત્ર હતો. એકદા તે નગરના રાજા પાસે કઈ . વ્યાપારી એક ઉત્તમ અશ્વ લાવ્યો. તેની પરીક્ષા કરવા માટે રાજા તેના પર આરૂઢ થયે, તેટલામાં તે રાજાના કોઈ શત્રુદેવે તે અશ્વ અધિષ્ઠિત કર્યો, તેથી તે અશ્વ આકાશમાં ઉડી વેગથી દૂર રહેલા . વનમાં ચાલ્યા ગયા. ત્યાં એકલા પડેલા રાજાએ તે નિર્જન વન જોઈ ચિત્તમાં ભય પામી તે અશ્વને મૂકી દીધે, એટલે તે અશ્વ પૃથ્વી પર પડીને મરણ પામ્યા. તે વખતે ત્યાં રાજાની પાસે કોઈ 1 મા, વિષય, કથાય, નિદ્રા ને વિકથા એ પાંચ. 2 દાન, શીળ, તપ ને ભાવ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust