________________ કવિ પ્રસ્તાવ. - 289 પ્રમાણે ન કરે તે ફરીથી પણ તેમનું વિષ ચડે છે. વળી હું કેાઈવાર વનમાં વસું છું, કેઈવાર પર્વત ઉપર રહું છું અને કોઈ વાર શૂન્ય ઘરમાં તથા સ્મશાનમાં રહું છું, તેમજ રાગદ્વેષ રહિત સમ્યક્ પ્રકારે અનેક પરિષહાને સહન કરું છું. આ પ્રમાણે કરવાથી મને તેનું વિષ ચડતું નથી. વળી જે કઈ અ૫ આહાર કરે, અ૬૫ નિદ્રા લે અને અ૫ વચન બોલે તેને આ દુષ્ટ સર્પો તરત વશ થાય છે, એટલું જ નહીં પણ દેવે પણ તેને આધીન થાય છે. માટે હે લેાકો ઘણું કહેવાથી શું ? જે આ મેં કહ્યું તેમ રહેશે. તા જીવશે, અન્યથા અવશ્ય મરણ પામશે.” આ પ્રમાણે સાંભળી મનુષ્ય બોલ્યા કે " હે ગારૂડિક ! આ પણ તેજ પ્રમાણે ક્રિયા કરશે; પરંતુ પ્રથમ તું કાંઈક પ્રતીતિ (વિશ્વાસ) ઉપજે એવો ઉપાય કર.” આ પ્રમાણે તેઓના કહેવાથી તે ગારૂડિકે એક મેટું મંડળ આળેખી સર્વ સિદ્ધોને નમસ્કાર કરી તથા સમગ્ર મહા વિદ્યાઓને પ્રણામ કરી આ પ્રમાણેની પવિત્ર વિદ્યાનો ઉચ્ચાર કયા- “સર્વપ્રાણાતિપાત, સર્વ.મૃષાવાદ, સર્વ અદત્તાદાન, સર્વે મથુન અને સર્વ પરિગ્રહનો તું જાવજજીવ સર્વથા ત્યાગ કર.” આ દંડકને ત્રણવાર બોલી છેડે સ્વાહા શબ્દનો ઉચ્ચાર કરી તે ગારૂડિકે તે શ્રેષ્ઠીપુત્રને સચેતન કર્યો. તેના પ્રભાવથી જેમ નિદ્રામાંથી જાગૃત થાય તેમ તે જ્યારે ઉભે થયો ત્યારે તેના સ્વજનોએ ગારૂડિકે કહેલી સમગ્ર કિયા તેને કહી બતાવી; પરંતુ તે નાગદત્ત તે પ્રમાણે ક્રિયા કરવાનું કબુલ કર્યા સિવાય જેટલામાં પોતાના ઘર તરફ ચાલ્યો, તેટલામાં ફરીથી તત્કાળ ચેતના રહિત થઈ ભૂમિ પર પડ્યો. ત્યારે ફરીથી પણ તેના સ્વજનની પ્રાર્થનાવડે. તે ગારૂડિકે તેને સાવધાન કર્યો. એ પ્રમાણે ત્રીજી વાર પણ કર્યું, ત્યારે તેને દઢ નિશ્ચય થયે; એટલે તે ગાંધર્વ નાગદત્તે તેનું વચન પ્રમાણુ કર્યું. ત્યારપછી તે દેવે તેને વનમાં લઈ જઈ પોતાનું દેવપણું પ્રગટ કરી તેની પાસે પૂર્વ ભવનું સ્વરૂપ કહ્યું, ત્યારે તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી પૂર્વ ભવનું સ્મરણ કરી તે પ્રત્યેકબુદ્ધ મુનિ થયે. પછી દેવ તેને નમસ્કાર કરી પોતાને સ્થાને ગયો. 37. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust