________________ પણ પ્રસ્તાવ. હતે, તે પાછે તેમને શોધવા આવ્યો છું. તો હે ભદ્ર! હું પૂછું છું કે તે સ્ત્રી શું તેની સાથે તેને ઘેર ગઈ ?" તે સાંભળી કુમારે “તે તે ક્યાંય ગઈ છે.” એ જવાબ આપી તે પુરૂષને વિદાય કરી મનમાં વિચાર્યું કે -" લજજા વિનાની સ્ત્રીઓ ઉપકારથી કે સરલપણુથી વશ થતી નથી, તેમજ કુળ, શીળ અને મર્યાદાને પણ ગણતી નથી તથા સ્ત્રીઓને જ્યાં સુધી એકાંત ન મળે, સમય ન મળે કે પ્રાર્થના કરનાર પુરૂષ ન મળે ત્યાં સુધી જ તેઓનું સતીપણું રહી શકે છે. એમ નારદ કહે છે તે યથાર્થ છે.” આ પ્રમાણે વિચારી તે કુમાર પાસેના એક નગરમાં તેણીને તેણીના મામાને ઘેર મૂકી તેજ મુનીંદ્રની પાસે દીક્ષા લઈ ઉગ્ર તપ કરી આયુષ્ય પૂર્ણ થયે મરણ પામી દેવલોકમાં દેવ થયે, અને ત્યાંથી અવી મનુષ્ય થઈમોક્ષપદને પામશે. અહીં કનકવતી મામાને ઘેરથી નીકળી ગુણચંદ્ર કુમારને ઘેર જઈ તેની પ્રિયા થઈ. ત્યાં તેની સપત્નીઓએ તેને વિષ આપ્યું, તેથી તે રદ્ર થાનવડે મરીને ચોથી નરકે ગઈ. ફરીને તે નરકમાંથી નીકળી ચિરકાળ સુધી ભવભ્રમણ કરશે. ઈતિ ગુણધર્મ કનકવતી કથા ભગવાને કહ્યું કે –“હે રાજા! આ રીતે વિષય નામને પ્રમાદ જીવને મહાદુઃખ આપનાર થાય છે. વળી હે રાજન ! કષાયરૂપી * પ્રમાદના વિષયમાં નાગદત્તની કથા છે. તે શ્રી મહાવીરજિનેશ્વરના તીર્થમાં થનાર છે, પરંતુ હું તારી પાસે તેની કથા કહું છું તે સાંભળ - નાગદત્તની કથા. આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વસંતપુર નામનું શ્રેષ્ઠ નગર છે. તેમાં સમુદ્રદત્ત અને વસુદત્ત નામના બે શ્રેષ્ઠ વણિક રહેતા હતા. તે બન્ને શાંત, સારા શીળવાળા, અ૫ કષાયવાળા, સરલ ચિત્તવાળા અને પરસ્પર મિત્રપણુથી યુક્ત હતા. તેઓ સાથેજ વ્યાપાર કરતા હતા. તે બેમાંથી એક જણ જે કાંઈ કાર્ય કરે તે બીજે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust