________________ 280 શ્રી તનાથ ચરિત્ર. રાખેલે ઉત્તર આપીને કહ્યું કે–“ આ કારણથી મારી સ્વામિનીએ આજે મને એકલી છે.” તે સાંભળી ખેચરેંદ્ર ક્રોધ પામીને બે કે–“હે ખેચરો ! તમે શ્રી ઋષભસ્વામીનું સ્નાત્ર કરી; હું આ પાપિણીના શરીરની ચિકિત્સા કરી લઉં.” એમ કહી તેણે તે દાસીને કેશમાંથી પકડી એટલે કુમારે પણ ( અદશ્ય રહીને જ) ગાઢ કેડ બાંધી ખરું તૈયાર કર્યું. તે વખતે નાટકનો ઉત્સવ ભગ્ન થયો. વિદ્યાધરે તેણીને કહ્યું કે-“હે દાસી ! પ્રથમ તારા રૂધિરવડે મારે કોપાનિ શાંત કરીશ; પછી જે યુક્ત હશે તે કરીશ. માટે તું મરણ સમયે તારા અભીષ્ટ દેવનું સ્મરણ કર, અને તેને રૂચે તેનું શરણ અંગીકાર કર.” તે સાંભળીને તે બોલી કે-“ આ ત્રણ જગતને પૂજવા લાયક દેવાધિદેવ શ્રી જિનેશ્વર મારા અભીષ્ટ, દેવ છે, તેનું હું સ્મરણ કરું છું. તથા હે વિદ્યાધરેંદ્ર! આ અટવીમાં મારૂં શરણ તે મરણજ છે, કેમકે અહીં મારું રક્ષણ કરનાર કોઈ પણ નથી; તે પણ કહું છું કે-જે શૂરવીર જનોમાં શિરમણિ મહા ઉદાર, શત્રુરૂપી હાથીને સિંહ સમાન અને ધીર શ્રીગુણધર્મકુમાર નામના આર્યપુત્ર છે તેનું મારે શરણ હો.” તે સાંભળી ખેચરેંદ્ર બોલ્યો કે-“અરે ! કહે, તે આર્યપુત્ર કોણ છે ?" આ તેનો પ્રશ્ન સાંભળી કમારે વિચાર્યું કે -" આ વિદ્યાધરે ઠીક પ્રશ્ન કર્યો; કારણકે મને પણ શંકા ઉત્પન્ન થઈ છે.” ત્યારે દાસી બેલી કે-“સમગ્ર રાજાઓની સમક્ષ જેને મારી સ્વામિનીએ સ્વયંવરમાં વર્યો છે, અને જેનાથી હણાયેલે તું પાપી ક્ષણમાત્ર પણ ઉભે રહી ન શકે, તે ગુણધર્મકુમારનું મેં શરણ કર્યું છે.” આ પ્રમાણે તેણુનું વચન સાંભળી અત્યંત ક્રોધોધ થઈ તરવાર ઉંચી કરીને જેટલામાં તેને હણવા વિદ્યાધર તૈયાર થયે, તેટલામાં કુમારે મ્યાનમાંથી ખર્ક કાઢી પ્રગટ થઈ તેને કહ્યું કે–“અરે દુષ્ટ ! સાંભળ. વિશ્વાસુ, વ્યાકુળ, દીન, બાળ, વૃદ્ધ અને સ્ત્રી જન ઉપર જે પાપીઓ પ્રહાર કરે છે, તેઓ અવશ્ય દુર્ગતિમાં જાય છે. તેથી હે દુષ્ટ ! સ્ત્રીહત્યાનું પાપ કરવા તૈયાર થયેલા તને આજે પ્રાયશ્ચિત્ત આપવામાં હું જ તારે ગુરૂ થાઉં છું.” તે સાંભળી સ્મિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust