________________ ર૭૮ શ્રી શંતિનાથ ચરિત્ર. તને તેની ખબર નથી?” તે બોલી—“ હું જાણું છું ખરી; પરંતુ પડી ગયાનું સ્થાન મને બરાબર યાદ નથી.” ત્યારે કુમાર બોલ્યા કે-“મને કઈ બીજાએ કહ્યું છે કે તારી પત્ની દૂર ગઈ હતી, ત્યાં તેનું એક નૂપુર પડી ગયું છે. આ પ્રમાણે તેણે મને કહ્યું ત્યારે તે નપુર જેણે ગ્રહણ કર્યું હતું તેની પાસેથી મેં બળાત્કારે લઈ લીધું છે. " તે સાંભળી કનકવતીએ મનમાં વિચાર્યું કે— અવશ્ય કોઈ પણ પ્રયોગે કરીને મારા પતિએ મારો વૃત્તાંત જાડ્યો છે. કારણ કે– क्षौरभद्रं कला चान्द्री, चौरिका क्रीडितानि च / કટાનિ વતીક, શુકને સુતાનિ જ છે ? | “ગુપ્ત રીતે કરેલું શ્રેરકર્મ, ચંદ્રની કળા, ચેરી, ક્રીડા અને સુકૃત–એ સર્વ ત્રીજે દિવસે પ્રગટ થાય છે.” - એમ વિચારીને ફરીથી તે બોલી કે–“હે સ્વામી ! તે મારૂં નૂપુર ક્યાં છે?” ત્યારે કુમારના આદેશથી તેના મિત્રે તે નપુર તેણીને આપ્યું. તે લઈ ફરીથી તે બેલી કે –“હે પ્રિય! સત્ય કહો. આ નૂપુર તમને ક્યાંથી મળ્યું ?" કુમારે કહ્યું—“તે ક્યાં પાડ્યું હતું ?" તેણીએ પૂછ્યું “જે સ્થાને આ પડી * * ગયું હતું, તે સ્થાન તમે જોયું છે કે નહીં?” તે સાંભળી કુમારે કાંઈક આડોઅવળે જવાબ આપે. ત્યારે તે બોલી કે—“ હે કાંત ! તમે તે સ્થાન જોયું હશે, તે તે સારું અને નહીં જોયું હોય તે અગ્નિપ્રવેશ કરવાથી પણ મારી શુદ્ધિ થવાની નથી.” એમ કહી તે કનકવતી ડાબા હાથમાં ગ્રીવાને સ્થાપન કરી ચિંતાતુર થઈ ક્ષણવાર નીચે મુખે રહી. ત્યારપછી કુમાર પણ હાસ્યની વાર્તાથી તેણીને હસાવી પોતાને ઘેર ગયો. પછી તે રાત્રિએ ફરીથી કુમાર તેજ પ્રમાણે ત્યાં આવ્યું. તે વખતે તેણીની સખીએ તેણીને કહ્યું કે-“હે સ્વામિની! ત્યાં જવાનો સમય વીતી જાય છે,મોડું થવાથી તે વિદ્યાધર કેધ કરેશે.” તે સાંભળી તે લાંબ નિ:શ્વાસ મૂકી બોલી કે-“હે સખી ! આ કાર્ય વિષમ આવી પડ્યું છે. હવે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust