________________ 276 શ્રી શાંતિનાથ ચરિત્ર. વિમાનવડે ત્યાં આવી અને તે વિદ્યાધરને પ્રણામ કરી તેની સમીપે બેઠી. પછી બીજા કેટલાક વિદ્યાધરો પણ ત્યાં આવ્યા. - તે અશકવનના ઈશાન ખુણમાં મનહર અને વિશાળ શ્રી યુગાદિ જિનેશ્વરનું ચૈત્ય હતું, તે જિનમંદિરના પગથીયાં રત્ન અને સુવર્ણનાં હતાં, તેથી તે મંદિર દેવવિમાનની જેવું શોભતુ હતું. થોડી વાર પછી તે સર્વ જિનાલયમાં ગયાં. ત્યાં વિદ્યાધરેએ જિનેશ્વરને સ્નાત્ર મહોત્સવ કર્યો. ત્યારપછી વિદ્યાધરપતિ બોલ્યા કે–“આજે નૃત્ય કરવાનો કોનો વારો છે?” તે સાંભળી તરતજ કનકવતી ઉભી થઈ, ઓઢવાના વસ્ત્રને બરાબર શરીરે બાંધી, રંગમંડપમાં પ્રવેશ કરી, હાવભાવપૂર્વક મનહર નૃત્ય કરવા લાગી. બીજી જે ત્રણ કન્યાઓ હતી તેમાંથી એક વીણું વગાડવા લાગી, બીજી વાંસળી વગાડવા લાગી અને ત્રીજી તાલ વગાડવા લાગી. તે વખતે ગુણધર્મકુમાર પણ અદશ્ય રૂપેજ આશ્ચર્યપૂર્વક એક સ્થાને ઉભો રહી તે સર્વ જેવા લાગ્યા. તેવામાં નૃત્ય કરતી કનકવતીના કટિમેખળા તુટી ગઈ અને તેમાંથી એક સુવર્ણની ઘુઘરીની સેર પૃથ્વી પર પડી ગઈ. તે તરતજ કુમારે ગુપ્ત રીતે લઈ લીધી. નૃત્ય પૂર્ણ થયા પછી કનકવતીએ પૃથ્વી પર જોયું, પરંતુ ઘુઘરીની સેર હાથ લાગી નહીં. ત્યારપછી સર્વે પોતપોતાને સ્થાને ગયા. કનકવતી પણ દાસીઓ સહિત પોતાને ઘેર આવી. તેની સાથે કુમાર પણ અદશ્ય રૂપે જ આવે. કનકવતીએ ઘેર આવી વિમાન સહરી લીધું. ત્યારપછી કુમાર પાછલી રાત્રિએ પોતાને ઘેર જઈ સુતે. પ્રાત:કાળે કુમારે પોતાના મિત્ર મતિસાગર નામના મંત્રીપુત્રના હાથમાં તે સુવર્ણની ઘુઘરીની શેર આપીને કહ્યું કે–“હે મિત્ર ! આ એર સમય આવે મારી પ્રિયાના હાથમાં આપજે.” આ પ્રમાણે તેને શિક્ષા આપી તે કુમાર તેને સાથે લઈ પ્રિયાની સમીપે ગયો. તે વખતે કનકવતીએ ઉભા થઈ કુમારને આસન આપ્યું. તેની ઉપર કુમાર બેઠે, અને તેની પાસે તેના મિત્ર પણ બેઠે. પછી કુમારે પ્રિયાની સાથે સેગઠાબાજી રમવાનો આરંભ કર્યો. તેમાં કનકવતીએ ભર્તારને જીત્યો, ત્યારે તે બોલી કે-“હે પ્રિય! તમે હાર્યા છે, માટે કાંઈક ઘરેણું આપો. " તે સાંભળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust