________________ ષષ્ટ પ્રસ્તાવ. 275 તે પ્રમાણે કર કે જેથી મારી કનકવતી ભાર્યા મારે વશ થાય. તે સાંભળી ક્ષેત્રપતિએ જ્ઞાનથી તેનું સ્મરણ કરી કહ્યું કે—“તે સ્ત્રી તારે વશ થશે, અને મારા પ્રભાવથી તું ઈચ્છિત રૂપ કરી શકીશ.” આ પ્રમાણે તેને વરદાન આપી તે ક્ષેત્રપાળ અદશ્ય થયો. પછી તે યોગી મંત્ર સાધી કુમારની પ્રશંસા કરી કહ્યું કે–“હે કુમાર ! અવસરે તારે મને યાદ કરો.” એમ કહી તે યોગી શિષ્યો સહિત પિતાને સ્થાને ગયો. ત્યારપછી કુમાર પણ પિતાનું શરીર ધોઈ ઘેર આવી પહેરેલા વીરવસ્ત્રને ઉતારી શય્યામાં સુતો. બીજે દિવસે રાત્રિનો પહેલો પ્રહર ગયો ત્યારે કુમાર અદશ્ય રૂપ કરી કનકવતી પ્રિયાને ઘેર ગયે. ત્યાં કનવતી પોતાની બે દાસીની સાથે વાતો કરતી હતી. તેમાં તેણીએ દાસીઓને પૂછ્યું કે-“હે સખી! કેટલી રાત્રિ વ્યતીત થઈ છે?” તેઓ બોલી કે-“હા બે પ્રહર પૂર્ણ થયા નથી. હે સ્વામિની! ત્યાં જવાનો અવસર થવા આવ્યું છે.” તે સાંભળી કનકવતી સ્નાન કરી અંગપર વિલેપન કરી દિય વેશ પહેરી ક્ષણવારમાં દેવગ્રહ સમાન એક સુંદર વિમાન બનાવી તેના પર દાસીઓ સહિત આરૂઢ થઈ. પછી જેટલામાં ચાલવા તૈયાર થઈ, તેટલામાં ગુણધર્મકુમારે તે સર્વ સ્વરૂપ જોઈ આશ્ચર્ય પામી વિચાર કર્યો કે–“અહો! આ સ્ત્રીએ વિદ્યાધરીની જેમ શી રીતે વિમાન રચ્યું? અને આ વિમાન પર આરૂઢ થઈ અત્યારે રાત્રિના સમયે કયાં જાય છે? અથવા આ વિચાર કરવાથી શું? હું પણ અદક્ષ્ય રૂપેજ એની સાથે જઈને જોઉં કે એ કયાં જાય છે અને શું કરે છે?” આ પ્રમાણે વિચારી અદશ્ય રૂપે જ કુમાર તે વિમાનના એક ભાગપર ચડી બેસી તેની સાથેજ ચાલ્યો. તે વિમાન ઉત્તર દિશામાં અત્યંત દૂર જઈ નીચે ઉતર્યું. ત્યાં એક મેટા સરોવરની સમીપે અશોકવન હતું, ત્યાં એક વિદ્યાધર હતો. તેને કુમારે જોયો. કુમારની પ્રિયા કનકવતી પણ વિમાન પરથી ઉતરી તે વિદ્યાધરને પ્રણામ કરી તેની સમીપે બેઠી. તેટલામાં બીજી પણ ગણ કન્યાઓ 1 બીજા ન દે તેવું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust