________________ 274 શ્રી શાંતિનાથ ચરિત્ર સહિત કુમાર એકલે સ્મશાનભૂમિમાં ગયે. ત્યાં એગીએ તેને કહ્યું કે–“હે કુમારી રાત્રિમાં ભય ઉત્પન્ન થશે માટે તેનાથી તારે મારું રક્ષણ કરવું તથા આ ઉત્તરસાધકની પણ રક્ષા કરવી.” તે સાંભળ, કુમારે કહ્યું --“હે યોગીંદ્ર ! તમે સ્વસ્થ ચિત્ત મંત્રની સાધના કરે, હું રક્ષક છતાં તમને વિન્ન કરવા કોણ સમર્થ છે ? " પછી ગીએ ત્યાં એક મંડપ કરી તેમાં એક શબ મૂક્યું. પછી તે શબના મુખમાં અગ્નિ સળગાવી તેમાં હેમ કર્યો. તે યોગી હામ કરતો હતો તેવામાં સર્વ દિશાઓમાં વ્યાપી જતો, ગગનને ફાડી નાખતો અને વિશ્વને બધિર કરતો મેટો કડાકો થયે. તેનાથી તરતજ પૃથ્વી ફાટી, અને તેના રંધમાંથી એક ભયંકર અને યમરાજ જે વિકરાળ પુરૂષ પ્રગટ થઈને બોલ્યો કે–“હે પાપી ! હે દિવ્ય સ્ત્રીના અભિલાષી! અહીં હું મેઘનાદ નામ ક્ષેત્રપાળ રહું છું, તે તું જાણતો નથી ? અને મારી પૂજા કર્યા વિના જ તું મંત્ર સિદ્ધ કરવા ઈ છે છે ? વળી આ ઋજુ સ્વભાવવાળા રાજપુત્રને પણ તે છેતર્યા છે?” આ પ્રમાણે બેલી તે ક્ષેત્રાધિપે તેને હણવાની ઈચ્છાથી સિંહનાદ કર્યો. તે સાંભળી ગીંદ્રના ત્રણે શિષ્યો પૃથ્વી પર પડી ગયા. તે જોઈ કુમારે ક્ષેત્રાધિપને કહ્યું કે –“અરે! તું વૃથા ગર્જના કેમ કરે છે? જે તારામાં શક્તિ હોય તો પ્રથમ મારી સાથે યુદ્ધ કર.” આ પ્રમાણે કહી તેને શસ્ત્ર રહિત જોઈ કુમારે પોતાના હાથમાંથી ખ મૂકી દીધું. ત્યારપછી તે બન્ને પ્રચંડ ભુજદંડવડે પરસ્પર યુદ્ધ કરવા લાગ્યાં. છેવટે યુદ્ધ કરતાં કરતાં તે ક્ષેત્રપાળને બળવાન કુમારે ક્ષણવારમાં બાહુબળથી જીતી લીધે; ત્યારે તે ક્ષેત્રપાળ તુષ્ટમાન થઈને બોલ્યો કે –“હે મહાનુભાવ ! તારાથી હંજીતાયો છું, તારા સાહસથી હું પ્રસન્ન થયે છું, તેથી તું કંઈપણ વાંછિત માગ.” તે સાંભળી કુમારે તેને પોતાના ભુજ પાસથી મુક્ત કરીને કહ્યું કે જે તું તુષ્ટમાન થયો છે તે આ ગીનું વાંછિત પૂર્ણ કર.” તે સાંભળી ક્ષેત્રપતિ –ઈચ્છિત ફળને આપનાર આને મ" હામંત્ર તારા પ્રભાવથી સિદ્ધજ થયો છેપરંતુ તું કાંઈક તારૂં ઈચ્છિત માગ કે જેથી હું પૂર્ણ કરૂં; કારણ કે દેવનું દર્શન નિષ્ફળ હોતું નથી.” તે સાંભળી કુમાર બેલ્યો કે–“જો એમ હોય તો તું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust