________________ જઇ પ્રસ્તાવ. 279 મંદ ભાગ્યવાળી હું શું કરું ? કારણકે કુમારીપણામાં જ્યારે હું પિતાને ઘેર હતી, ત્યારે તે વિદ્યાધરે મને શપથ(ગન) આપ્યા હતા કે- મારી આજ્ઞા વિના તારે પતિ સેવવો નહીં અને રાત્રિએ વિમાનમાં બેસીને હમેશાં તારે મારી પાસે આવવું. " આ પ્રમાણે તના કહ્યા છતાં પણ માબાપના આગ્રહથી તથા કુમારના અનુરાગથી હું રાજપુત્રને પરણું છું. તે મને વહાલા છે, અને હું પણ તને વહાલી છું, પરંતુ કોઈ પણ પ્રકારે મને ત્યાં જતી તેણે જાણું છે છે, અને તે વિદ્યાધરને પણ તેણે સાક્ષાત્ જે જણાય છે. તેથી તે ખેચર મારા પ્રાણવલ્લભને હણશે, અથવા તે ખેચર મને હણશે એવી મારા મનમાં શંકા છે, તેથી હે સખી ! હું ચિંતા પામું છું. તેમજ મારી આ યુવાવસ્થા ઘણાજ વિદનવાળી દેખાય છે. મારા પિતા અને સાસરાનાં કુળ ઉત્તમ અને પ્રસિદ્ધ છે. અને અત્યંત વિષમ પ્રકૃત્તિવાળો લોક જેમ તેમ બોલનાર હોય છે. આ સવ વિચારના ગહનપણામાં હું અત્યંત આકુળવ્યાકુળ થઈ ગઈ છું.” આ પ્રમાણે તે બોલી ત્યારે સખીએ તેને કહ્યું કે–“હે કનકવતી ! જો એમ હોય તો આજે તું અહીંજ રહે, હું એકલી જ ત્યાં જાઉં અને તેને કહીશ કે મારી સખીને શરીરે આજે સારું નથી. " તે સાંભળી કનકવતી બોલી કે–“હે શુભ ચિત્તવાળી ! તેમજ કર.” એમ કહી કનકાવતીએ વિમાન રચીને તેણીને આપ્યું. એટલે તે વિમાન ઉપર ચડીને ચાલી; ત્યારે ગુણધર્મકુમાર પણ તેણીની સાથે ચાલ્યો. તેણે વિચાર કર્યો કે–“ આજે અવશ્ય તેની વિદ્યાધરેશતાને દૂર કરૂં, અને જીવલોકમાં વસનારી સ્ત્રીઓના નાટકની વાંછા નષ્ટ કરૂં.” પછી તે વિમાન તે વનમાં પહોંચ્યું. તે વખતે ખેચરોએ શ્રી જિનેશ્વરની સ્નાત્ર પૂજાનો પ્રારંભ કરી દીધો; એટલે તે દાસી એકદમ વિમાનમાંથી ઉતરી જિનાલયમાં ગઈ. કુમાર પણ ગુપ્ત રીતે સર્વ જેવા લાગ્યો. તેટલામાં એક ખેચરે તે દાસીને પૂછ્યું કે-“ આજ કેમ આવતાં વિલંબ થયો? તથા તારી સ્વામિની કેમ દેખાતી નથી ? " ત્યારે તેણીએ પ્રથમથી વિચારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust