________________ 242 - શ્રી શાંતિનાથ ચરિત્ર. ખેચરને માર્યો?” ત્યારે દાસીએ સમગ્ર વૃત્તાંત તેણીની પાસે કહ્યો. તે વખતે કનકાવતી પોતાના ભર્તારનું ઉત્કૃષ્ટ પરાક્રમ સાંભળી અત્યંત હર્ષ પામી. ત્યારપછી ગુણધમકમાર પ્રિયાની સાથે કેટલીક વાતો કરી અને ત્યાંજ સ્નેહથી આખી રાત્રિ સુતે. તેટલામાં તે વિદ્યાધરના નાના ભાઈએ અત્યંત કપ પામી નિદ્રામાં સુતેલા ગુણધર્મકુમારને ઉપાડી મોટા સમુદ્રમાં નાંખ્યા અને તેની પ્રિયાને બીજે ઠેકાણે પર્વત પર મૂકી દીધી. તે વખતે કુમાર દૈવયોગે સમુદ્રમાં એક પાટીયું પામી સાત રાત્રિએ સમુદ્રને કિનારે પહોંચે. ત્યાં તેણે કોઈ એક તાપસ જોયો. તેની સાથે તે તાપસના આશ્રમમાં ગયો. ત્યાં તેણે પિતાની પ્રિયા કનકવતીને જોઈ. પછી તે કુમાર કુળપતિને પ્રણામ કરી જ્યારે તેની પાસે બેઠે ત્યારે કુળપતિએ તેને પૂછ્યું કે–“હે ભદ્ર! શું આ તારી ભાર્યા છે?” કુમારે કહ્યું “હા.ફરીથી કુળપતિએ કહ્યું કે— “આજથી ત્રીજા દિવસ ઉપર હું વનમાં ગયો હતો, ત્યાં મેં આ બાળાને તારા વિયોગથી કઈ વૃક્ષની શાખા સાથે પોતાના શરીરને બાંધી મરવા તૈયાર થયેલી જોઈ હતી. તે વખતે મેં તેનો પાશ છેદીને મહા કષ્ટવડે મરણથી તેનું રક્ષણ કર્યું. પછી જ્ઞાનથી મેં તારું આવવું જાણ્યું, તેથી તેને કહીને સંતોષ પમાડ્યો.” આ પ્રમાણે કુળપતિએ કહ્યું, તે સાંભળી કુમાર પોતાની પ્રિયાને મળે. પછી તે દંપતી કદલી વિગેરેના ફળવડે પ્રાણવૃત્તિ કરીને રાત્રિએ નિર્જન લતાવનમાં સુતા; તેટલામાં ફરીથી તે ખેચરે તે બનેને ઉપાડી મોટા સમુદ્રમાં નાંખ્યા. ત્યાં પણ પૂર્વે કરેલા કર્મના ગથી પાટીઉં પામીને તે બન્ને કાંઠે આવી તે જ ઠેકાણે પાછા મન્યા. તે વખતે કુમાર બેલ્યો કે –“અહો ! આ વિધિવિલસિત કેણ જાણી શકે છે? કહ્યું છે કે स्त्रीचरित्रं प्रेमगति, मेघोत्थानं नरेन्द्रचितं च / विषमविधिविलसितानि च, को वा शक्नोति विज्ञातुम् // 1 // સ્ત્રી ચરિત્ર, પ્રેમની ગતિ, મેઘની ઉત્પત્તિ, રાજાનું ચિત્ત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust