________________ ર૭ર શ્રી શાંતિનાથ ચરિત્ર. * કુમારે તેને આસન આપ્યું, પરંતુ તે તે પોતાના કાઇના આસન ઉપરજ બેઠા. પછી રાજપુત્રે તેને પ્રણામ કરી આ વવાનું કારણ પૂછ્યું. ત્યારે તે બે કે -" ભદ્ર! ભૈરવ નામના અમારા આચાયે તમને બોલાવવા માટે મને મોકલ્યો છે. તે તમને કાર્ય કહેશે. હું જાણતો નથી.” તે સાંભળી કુમારે પૂછયું–“હે મુનિ ! ભેરવાચાર્ય ક્યાં છે?” તે બા –નગરની બહાર અમુક સ્થાને તે રહેલા છે. " કુમારે કહ્યું—“ પ્રાત:કાળે તેમની પાસે આવીશ.” તે સાંભળી તે તાપસ " બહુ સારૂ” તેમ કહી પોતાને સ્થાને ગયે. આ અવસરે કાળને જણાવવાના અધિકારવાળો પુરૂષ આ પ્રમાણે બોલ્ય– "अयं प्राप्योदयं पूर्व, स्वप्रतापं वितत्य च / गततेजा अहो संप्र-त्यस्तं याति दिवाकरः // 1 // " “અહો ! આ સૂયે પ્રથમ ઉદય પામી ચોતરફ પિતાને પ્રતાપ ફેલાવ્યું હતું. તે અત્યારે તેજ રહિત થઈ અસ્ત પામે છે.” તે સાંભળી કુમારે સંધ્યાકાળનું કૃત્ય કરી સુખનિદ્રાવડે રાત્રિ નિગમન કરી. પ્રાત:કાળ થતાં ફરી કાળનિવેદક બેલ્યો કે “નિહતતિપ્રજ્ઞsસૌ, સર્વે મુપરિતા उदयं याति तीग्मांशु-रन्योऽप्येवं प्रतापवान् // 1 // " “અંધકાર રૂપ શત્રુને નાશ કરનાર અને સર્વ પ્રાણીમાત્રને ઉપકાર કરનાર આ સૂર્ય ઉદય પામે છે. એવી જ રીતે બીજે પણ જે પ્રતાપવાળે હાય તે ઉદય પામે છે.” - આ પ્રમાણેનું તેનું વચન સાંભળી ગુણધર્મકુમાર પ્રાત:કાળનું કૃત્ય કરી પરિવાર સહિત ભરવાચાર્યની પાસે ગયે. ત્યાં વાઘના ચર્મ ઉપર બેઠેલા તે ચગીને જેઈ કુમારે પૃથ્વી સુધી મસ્તક નમાવી ભક્તિપૂર્વક તેને નમકસર કર્યા. તરતજ સંભ્રમ સહિત ગદ્દે પણ આસન બતાવી કુમારને કહ્યું કે –“તમે અહીં બેસે.” આ પ્રમાણે કાા છતાં કુમારે વિનયપૂર્વક કહ્યું કે " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust