________________ 270 શ્રી શાંતિનાથ ચરિત્ર. પ્રીતિવાળો થયો છે, તેથી અહા ! તે પણ ફરીથી પ્રિયાને નિરંતર જેવા ઈચ્છે છે. " આ પ્રમાણે લખી તે ચિત્રપટ દાસીના હાથમાં પાછું આપ્યું. ત્યારપછી કુમારીએ મોકલેલા તાંબૂલ, વિલેપન અને સુગઘી પુપ દાસીએ કુમારને આપ્યા. ત્યારે કુમારે તે લઈ પુષ્પોને પોતાના મસ્તક પર ચડાવ્યાં, તાંબલનું ભક્ષણ કર્યું અને વિલેપન શરીરે ચોપડયું. પછી કુમારે તે દાસીને હર્ષ પામી એક નિર્મળ હાર આપે. તે લઈ દાસીએ તેને કહ્યું કે –“હે કુમાર ! તે કન્યાને સંદેશ સાંભળો.” ત્યારે કુમાર એકાંત સ્થાન કરી સાંભળવાને સાવધાન થયે. દાસી બોલી કે -" રાજપુત્રીએ તમને કહેરાવ્યું છે કે પ્રાત:કાળે હું તમારા કંઠમાં વરમાળા નાંખીશ, પરંતુ આપણું પાણગ્રહણ થયા પછી કેટલાક કાળ સુધી તમારે વિષયસેવન કરવું નહિ. " તે સાંભળી કુમારે તે વાત અંગીકાર કરી. દાસીએ જઈને તે વૃત્તાંત કુમારીને કહ્યું. તે સાંભળી કુમારી પોતાના મનમાં સંતુષ્ટ થઈ પ્રભાતકાળે સ્વયંવર મંડપમાં હજારો રાજાઓ એકઠા થયા, ત્યારે સુખાસનમાં બેસી રાજપુત્રી ત્યાં આવી, અને સર્વ રાજાઓને જોઈ ગુણધર્મકુમારના કંઠમાં વરમાળા આરેપણ કરી. ઈશાનચંદ્ર રાજાએ બીજા સર્વ રાજાઓને સન્માન કરીને રજા આપી, અને ગુણધર્મકુમારનું તે કન્યા સાથે પાણિગ્રહણ કરાવ્યું. ત્યારપછી ગુણધર્મકુમાર સાસરાની રજા લઈ પ્રિયા સહિત પોતાને નગરે આવ્યો અને તેને એક શ્રેષ્ઠ મહેલમાં રાખી પોતે પતાના મહેલમાં ગયે. એકદા કુમાર તે રાણીની પાસે બેઠા હતા, તે વખતે તેણે કુમારને કહ્યું કે–“ હે સ્વામિન ! કાંઈક પ્રહેલિકા (સમસ્યા) કહો.” ત્યારે કુમારે કહ્યું કે-“હે પ્રિયા ! સાંભળ " स्थले जाता जले स्वैरं, याति तेन न पूर्यते / બનત્તારિણી નિત્યે, વદ્દ સુર લ વ છે ? " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust