________________ રળ 14 પ્રસ્તાવ. . - “સ્થળમાં ઉત્પન્ન થઈ છે પણ જળમાં સ્વેચ્છાથી ગમન કરે છે, છતાં તે જળથી પૂરાતી નથી ( ડુબતી નથી ) અને વળી તે લકોને પ્રતારિણી (તારનારી) છે; તે હે સુંદરી ! તે શું તે કહે.” તે સાંભળી કનકવતીએ વિચાર કરીને કહ્યું કે–“ તરી (હાડી)” પછી તેણીએ સામી સમશ્યા પછી– पयोधरभराक्रान्ता, तन्वङी गणसंयुता। . नरस्कन्धसमारूढा, का प्रयात्यबलां विना // 1 // પયોધરના ભારથી વ્યાસ, પાતળા શરીરવાળી, ગુણ* વડે યુકત એવી કઈ સ્ત્રી જાતિ છે કે જે પુરૂષની ખાંધ પર આરૂઢ થઈને જાય છે ? પણ તે નારી ન હોવી જોઈએ.” કુમારે તેનો જવાબ આપ્યો કે –“કાવાકૃતિ (કાવડ )." આ પ્રમાણે તેની સાથે ક્ષણવાર વિનોદ કરી ગુણધર્મકુમાર પોતાને ઘેર આવી સ્નાન, ભજન, અંગલેપ વિગેરે કરી શાંતિથી પિતાને સ્થાને બેઠો હતે. તેવામાં પ્રતિહારે આવી નિવેદન કર્યું કૈ–“હે સ્વામી ! આપના મહેલના દરવાજામાં કોઈ પરિવ્રાજક આપના દર્શનની ઈચ્છાથી આવ્યો છે. જે આપની આજ્ઞા હોય તો તેને અંદર મોકલે.” કમારે કહ્યું-“આવવા દે.” તે સાંભળી પ્રતિહારે તેને આવવાનું કહ્યું, ત્યારે પરિવ્રાજક ત્યાં આવ્યા. કુમારે તેની વિનયપૂર્વક સ્વાગત ક્રિયા કરી ‘કુલીન મનુષ્યને આવે સ્વભાવ હોય છે.” કહ્યું કે– "को चित्तेइ मयूरं, गई च का कुणइ रायहंसाणं / ... જે યુવત્તા બંધું, વિયં ઉત્તqયા છે !" મયૂરને કે ચિત્રે છે? રાજહંસની મનોહર ગતિ કૅણ કરે છે? કમળમાં સુગંધ કોણે ઉત્પન્ન કરે છે ? અને ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થયેલા મનુષ્યને વિનયવાન કોણ બનાવે છે ? " અર્થાત્ તે બધું કુદરતેજ થાય છે. 1 સ્તન–પાણીને ઘડે. . 2 બીજા પક્ષમાં દોરડું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust