________________ * 14 પ્રરતાવ. . . ૨૬પ દ્રિાએ, ગરૂડે દ્રોએ અને નાગે દ્રએ તે જગદ્દગુરૂની શિબિકા વહન કરી. તેમાં પૂર્વ દિશા તરફથી દેવોએ. દક્ષિણ તરફથી અસુરોએ, પશ્ચિમ તરફથી ગરૂડોએ અને ઉત્તર તરફથી નાગકુમારેએ તે શિબિકા વહન કરી. ભગવાનની આગળ નટલેકે નાટક કરતા હતા, મગધલે કે જયજય શબ્દ કરતા હતા અને કેટલાક મનુષ્ય પ્રભુના એશ્વર્યાદિક સદગાને અનેક ઈદે અને રાસડાના પ્રબ ધાથી વખાણતા હતા; અને કેટલાએક મૃદંગ, ભંભા વિગેરે વાજિત્રાને ચ સ્વરે વગાડતા હતા, હાહા અને હહ નામના દેવ ગંધ સાત વેર, ત્રણ ગ્રામ, ત્રણ મૂછના, લય અને માત્રા સહિત શ્રેષ્ઠ ગીતગાન કરતા હતા, રંભા, તિલોત્તમા, ઉર્વશી, મેનકા અને સુકેશિકા પ્રભુની આગળ હાવ, ભાવ અને વિલાસ કરીને મનોહરનૃત્ય કરતી હતી. હાવ ભાવાદિ લક્ષણ આ પ્રમાણે " હાવ અંગની ચેષ્ટા છે, ભાવ ચિત્તથી ઉત્પન્ન થાય છે, વિલાસ નેત્રથી ઉત્પન્ન થાય છે અને વિભ્રમ ભકટિથી ઉત્પન્ન થાય છે એમ જાણવું.' આવા પ્રકારની સામગ્રી સહિત મંદ મંદ ગતિએ નગરમાંથી બહાર નીકળી સહસ્સામ્રવન નામના મેટા ઉદ્યાનમાં જઈ પ્રભુ શિબિકામાંથી ઉતર્યા અને સર્વ આભૂષણે અંગ પરથી ઉતારી પાંચ મુષ્ટિવડે દાઢી મૂછના વાળ સહિત મસ્તકના કેશને લેચ કર્યો. તે કેશ ઇ વસ્ત્રના છેડામાં લઈ મોટા મહોત્સવ પૂર્વક ક્ષીરસાગરમાં નાંખ્યા. પછી જેઠ માસના કૃષ્ણપક્ષની ચતુર્દશીએ ભરણી નક્ષત્રને ચંદ્ર હતું ત્યારે પ્રબળ વૈરાગ્યરંગથી રંગિત થયેલા પ્રભુએ સિદ્ધોને નમસ્કાર કરી છઠ્ઠાપૂર્વક હજાર રાજાઓ સહિત સર્વવિરતિ સામાયિકનો ઉચ્ચાર કરી ચારિત્ર ગ્રહણ કર્યું. ત્યારપછી પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો. માર્ગમાં દેવ, મનુષ્ય, અને તિર્યંચના ઉપસર્ગો સહન કરતા શ્રીજિનેશ્વર પારણાને દિવસે કઈ ગામમાં ગયા. ત્યાં સુમિત્ર નામના ગ્રહસ્થને ઘેર પારણું કર્યું. જિનેશ્વરને ત્રણ જ્ઞાન ગર્ભથીજ હતાં અને દીક્ષા 34 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust