________________ ષષ્ઠ પ્રસ્તાવ. 263 પ્રભુ સમગ્ર સૈન્ય સહિત તે ગુફામાં પેઠા. ત્યાં અંધકારને દૂર કરવા માટે કાકિણું રત્ન કરીને પચાસ એજન લાંબી ગુફામાં બે બાજુ થઈને ઓગણપચાસ માંડલા કરી પ્રભુ ગુફાની બહાર નીકળ્યા. ત્યાં આપાતચિલાત નામના પ્લેને ભરતચક્રીની જેમ પ્રભુએ તત્કાળ મહા પુણ્યના પ્રભાવથી વશ કર્યા. ત્યાર પછી સેનાપતિ પાસે સિંઉનું બીજુ નિકુટ સધાવી સ્વામીએ હિમાદ્રિકુમાર દેવને સામે. ત્યારપછી વૃષભકૂટ પાસે જઈ ચક્રીએ કાકિણ રત્નવડે પિતાનું નામ લખ્યું. પછી ગંગાનદીનું ઉત્તર નિકુટ સેનાપતિ પાસે સવાલી તમિસા ગુફાના નાટયમાળ નામના દેવને વશવત કર્યો અને તે ગુફાના માગે બહાર નીકળી ગંગાદેવીને સાધીને તેને કાંઠે સૈન્યનો પડાવ નાખીને રહ્યા. ગંગાને કીનારે રહેલા બાર યોજન લાંબા અને નવ જન પહોળા પેટના આકારવાળા નવ નિધાને સ્વામીએ પુણ્યવડે સાયા. તેનાં નામો આ પ્રમાણે છે–નૈસર્ગ 1, પાંડુકર, પિંગલ 3, સવ રત્નક 4, મહાપદ્મ 5, કાળ 6 મહાકાળ 7, માણવ 8, અને શખક 9. આ નવ નિધિઓમાં શું શું હોય છે તે કહે છે—પહેલા નિધાનમાં સ્કંધાવાર અને નગરના નિવેશનો સમુદાય હોય છે, બીજામાં સર્વ ધાન્યના બીજની ઉત્પત્તિ હોય છે, ત્રીજામાં પુરૂષો, સ્ત્રીઓ, હાથીઓ અને અશ્વોના અલંકારોને સમુદાય હોય છે,. . ચોથામાંથી બે રનો ઉત્પન્ન થાય છે, પાંચમામાં વસ્ત્રો તથા દરેક જાતના રંગોની ઉત્પત્તિ હોય છે, છઠ્ઠા કાળનિધિમાં ત્રણ કાળનું રાન હોય છે, સાતમાં મહાકાળ નિધિમાં સેનું, રૂપું, લોઢું, મણિ અને પરવાળાની ઉત્પત્તિ હોય છે, આઠમા માણવક નિધિમાં સમગ્ર યુદ્ધની નીતિ, સમગ્ર આયુધો અને સુભટને લાયક બખ્તર વિગેરેના સમૂહ હોય છે, તથા નવમા શંખક નિધિમાં સમસ્ત વાજિત્રો : અને ચાર પ્રકારના કાવ્ય, નાટય અને નાટકોનો વિધિ હોય છે. દરેક નિધિના એક પલ્યોપમના આયુષ્યવાળા અને નિધાનનાજ, નામવાળા હજાર હજાર દેવતાઓ અધિષ્ઠાયક હોય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust