________________ ષષ્ઠ પ્રસ્તાવ. 261 જ્ઞાન વિજ્ઞાનના પારગામી અને સર્વ મનુષ્યમાં ઉત્તમ ભગવાન અનુક્રમે યુવાવસ્થા પામ્યા. તે વખતે પિતાએ અનેક રૂપવતી કુળવંતી બાળિકાઓ તેને પરણવી. તે સર્વ સ્ત્રીઓમાં યશેમતી નામની રાણી ભગવાનના સ્નેહનું પાત્ર અને સર્વ અંત:પુરની સ્ત્રીઓમાં પ્રધાન થઈ. પચીસ હજાર વર્ષ વ્યતીત થયા ત્યારે પિતાએ સ્વામીને રાજ્ય ઉપર સ્થાપન કર્યા, ત્યારપછી કઢરથનો જીવ સર્વાર્થસિદ્ધ વિમાનથી ઍવીને યશોમતીની કુક્ષિમાં પુત્રપણે અવતર્યો. તે વખતે યશોમતીએ સ્વપનમાં ચક્ર જોયું. અનુક્રમે સમય પૂર્ણ થયે શુભ અવસરે પુત્ર પ્રસવ થયા. ત્યારપછી મહત્સવપૂર્વક સ્વપ્નને અનુસારે , તે પુત્રનું ચકાયુધ નામ પાડયુ. અનુક્રમે વૃદ્ધિ પામતો તે પુત્ર કળાભ્યાસ કરીને યુવાવસ્થા પામ્યું ત્યારે તેને અનેક રાજકન્યાઓ સાથે પરણાવ્ય. એકદા શાંતિનાથ રાજાની આયુધશાળામાં કાંતિવડે સૂર્ય જેવું હજાર આરાવાળું અને હજાર યક્ષેએ અધિષ્ઠિત કરેલું મહા ઉત્તમ ચકરત્ન ઉતપન્ન થયું. તે વખતે આયુધશાળાના આરક્ષકે પ્રભુને તે ચકરસની ઉમત્તિ નિવેદન કરી. તે સાંભળી સ્વામીએ હર્ષથી તેનો અષ્ટાહિકા મહોત્સવ કર્યો. ત્યારપછી તે ચક્ર આયુધશાળામાંથી બહાર નીકળી આકાશમાર્ગે ચાલ્યું. તેની પાછળ શ્રી શાંતિનાથ રાજા સૈન્ય સહિત ચાલ્યા. ચકની પાછળ ચાલતાં પ્રથમ પૂર્વ દિશામાં માગધ તીર્થની પાસે સમુદ્રને કાંઠે આવ્યા. ત્યાં સૈન્યને પડાવ નાંખી તે માગધતીર્થની સન્મુખ શુભ આસનપર ચકવતી બેઠા; એટલે તેમના પ્રભાવથી જળની અંદર અધોભાગમાં બાર યોજન દૂર રહેનારા તે તીર્થના અધિષ્ઠાયક માગધકુમાર દેવનું આસન કંપ્યું. તે જોઈ તેણે અવધિજ્ઞાનને ઉપયોગ દઈ આસન કંપવાનું કારણ જોયું, તે શ્રી શાંતિ નામના ચક્રવતી છ ખંડ સાધવા માટે ઉદ્યમવંત થઈ આવેલા જાણ્યા, એટલે તે દેવે વિચાર્યું કે - " બીજે પણ ચક્રવતો મારે આરાધ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust