________________ ર૬૦ શ્રી શાંતિનાથ ચરિત્ર. . હતો, તેવામાં બારમો દિવસ આવ્યો એટલે રાજાએ પોતાના સમગ્ર બંધુવર્ગને પિતાને ઘેર બોલાવી તેમને ઉત્તમ ભેજન કરાવી તેમની સમક્ષ કહ્યું કે –હે સજન ! આ પુત્ર ગર્ભમાં આવ્યો ત્યારથી આખા નગરમાં મરકીના ઉપદ્રવની શાંતિ થઈ ગઈ હતી, તેથી આ પુત્રનું નામ હું ‘શાંતિ' પાડું છું. તે સાંભળી સર્વને તે નામ રૂચિકર થયું. શકઇ ભગવાનના અંગુઠામાં અમૃત સંક્રમાવ્યું હતું, તે અમૃતના આહારથી સ્વામી રૂપ અને લાવણયની સંપત્તિ સહિત વૃદ્ધિ પામવા લાગ્યા. અહીં કર્તા સ્વામીના શરીરનું વર્ણન કરે છે. તે આ પ્રમાણે–સ્વામીના હાથ પગનાં તળીઆ રાતાં અને શુભ લક્ષણવાળા હતાં, તેના સિનગ્ધ, રક્ત, પહોળા અને ઉંચા ન આરિસા જેવા હતા, તેના બન્ને પગ કૂર્મની જેવા ઉંચાઈવાળા હતા, તેની બે જંઘાએ મૃગની જંઘા જેવી હતી, તેના બે ઉરૂ હાથીની સુંઢ જેવા ગેળ અને પુષ્ટ હતા, તેનું કટીતટ વિસ્તારવાળું હતું, નાભિ દક્ષિણાવર્તવાળી અને ગંભીર હતી, તેનું ઉદર વજા જેવું પાતળું હતું, તેનું વક્ષ:સ્થળ નગરના દરવાજાના કમાડની જેવું વિશાળ અને દઢ હતું, તેના બે બાહુ નગરની અર્ગલા જેવા લાંબા હતા, તેની ગ્રીવા શંખની જેવી શ્રેષ્ઠ હતી, તેના એઝ બિંબના ફળ જેવા રક્ત હતા, તેના દાંત કુંદપુષ્પની કળી જેવા હતા, તેની નાસિકા સજનના આચરણની જેવી ઉંચી અને સરલ હતી, તેના નેત્રો કમળના પત્ર સટશ હતા, તેનું કપાળ અષ્ટમીના ચંદ્ર જેવું હતું, તેના બે કર્ણ હીંચકાના આકારવાળા હતા, તેનું મસ્તક છત્રને આકારે હતું, તેના કેશે સિનગ્ધ, ભ્રમરા જેવા સ્યામ અને અતિ સુંવાળા હતા, તેને શ્વાસ કમળ જેવો સુધી હતે, તથા તેનું આખું શરીર સુંદર સુવર્ણવાળું હતું. આ પ્રમાણે શ્રેષ્ઠ અંગવાળા તે સ્વામીના અંગમાં સર્વ પ્રકારના ઉત્તમ લક્ષણે રહેલા હતા. એવા લક્ષણેથી યુક્ત, ત્રણ જ્ઞાનવડે આશ્રય કરાયેલા, સમગ્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust