________________ ર૫૮ શ્રી શાંતિનાથ ચરિત્ર. રૂચકગિરિની વિદિશામાં વસનારી ચારે કુમારિકાઓ દીપિકાને ધારણ કરી ઉભી રહી, અને રૂચકદ્વીપમાં વસનારી ચારે કુમારિકાઓએ રક્ષાબંધન વિગેરે સૂતિકાનાં કાર્ય કર્યા. - " આ અવસરે શકઇદ્રનું નિશ્ચળ આસન પણ ચળાયમાન થયું. તે વખતે દેવેંદ્ર અવધિજ્ઞાનથી જોયું એટલે જિનેશ્વરનો જન્મ થયો જાણું તરતજ પદાતિ સન્યના અધિપતિ નિગમેષી દેવને આજ્ઞા કરી સુઘોષા નામની ઘંટ વગાડવા પૂર્વક સમગ્ર દેવીને ખબર આપ્યા. તેથી તત્કાળ સર્વ દેવો તૈયાર થઈ દેવરાજ (ઇદ્ર)ની સમીપે આવ્યા ત્યારપછી ઈદ્દે પાલક દેવની પાસે ઉત્તમ વિમાન રચાવ્યું અને પરિવાર સહિત તેમાં બેસી શ્રેષ્ઠ શણગાર સજી તીર્થકરના જન્મગૃહમાં આવ્યા. ત્યાં સ્વામીને નમસ્કાર કરી, તેમની સ્તુતિ કરી, માતાને પણ વિશેષે નમસ્કાર કરી, તેમને અવસ્વાપિની નિદ્રા આપી, પ્રભુનું માયામય પ્રતિબિંબ માતાની સમીપે સ્થાપન કર્યું. પછી ઇંદ્ર પોતાનાં પાંચ સ્વરૂપ કર્યા. તેમાં એક સ્વરૂપે જિનેશ્વરને બે હાથમાં લીધા, એક રૂપે છત્ર ધારણ કર્યું, બે રૂપે ચામરે વીંજવા લાગ્યા, અને એકરૂપે વજી ઉછાળતા આ ગળ ચાલ્યા. એ પ્રમાણે પરિવાર સહિત મેરૂપર્વતના શિખર ઉપર, તે ગયા. તે વખતે બીજા ત્રેસઠ ઇંદ્ર પણ પોતપોતાના પરિવાર સહિત ત્યાં આવી પહોંચ્યા હતા. પછી મેરૂ પર્વતના શિખર ઉપર રહેલી અતિપાંડુકબલા નામની શિલા ઉપરના શાશ્વતા આસન ઉપર સંધમ ઇંદ્ર શ્રીજિનેશ્વરને પિતાનાં ઉત્સંગમાં લઈને બેઠા અને અમ્યુરેંદ્ર વિગેરે દેવેંદ્રએ સુવર્ણના, રૂપાના, મણિના, કાષ્ટના અને માટીના ઘણું કળશે વિવી તેમને સુગંધી તીર્થજળવડે ભરી તેવડે હર્ષથી શ્રીજિનેશ્વરને અભિષેક કર્યો. ત્યારપછી અમ્યુરેંદ્રના ઉત્સગમાં જિનેશ્વરને સ્થાપન કરી સિધર્મ. ઇ ત્રિભુવનના સ્વામીનું પવિત્ર સ્નાત્ર કરી, સારા વસ્ત્રવડે અંગ લૂછી, ચંદનાદિકવડે વિલેપન કરી, હરિચંદન અને પારિજાતના સુગધી પુષ્પો વડે પૂજી, ચક્ષુદેષના નિવારણને માટે લવણાદિક 1 કોઇની નજર પડે છે. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.