________________ 25 શ્રી તિનાથ ચરિત્ર. ત્યારપછી પ્રભાતકાળે રાજાએ પોતાના સેવકો મોકલી અષ્ટાંગ નિમિત્તમાં પંડિત અને સ્વમના ફળને જાણનારા વિદ્વાન બ્રાહ્મ ને બોલાવ્યા. રાજપુરૂએ બોલાવેલા બ્રાહ્મણે માંગળિક ઉપચાર કરી રાજસભામાં આવી અનુક્રમે સ્થાપન કરેલાં ભદ્રાસને ઉપર બેઠા. તે વખતે રાજાએ તેમને પુષ્પાદિકથી પૂજી તેમની પાસે રાણીને આવેલાં સ્વપ્નનો વ્યતિકર કહી તેનું ફળ પૂછયું. ત્યારે તેઓ બોલ્યા કે “હે રાજન ! અમારા શાસ્ત્રમાં બેંતાળીશ સામાન્ય સ્વપનાં અને ત્રીશ મહાસ્વનો કહેલાં છે. તે સર્વે મળીને તેર સ્વને છે. તેમાં પણ ત્રીશ મહાસ્વનોમાંથી આપે કહેલા ચૌદ મહાસ્વનો અચિરા દેવીએ જેયાં છે. અરિહંતની અને ચક્રવતીની માતાજ એ ચદ સ્વપ્ન જુએ છે, વાસુદેવની માતા તેમાંના સાત સ્વપ્ન જુએ છે, બળદેવની માતા તેમાંથી ચાર સ્વને જુએ છે, પ્રતિવાસુદેવની માતા તેમાંથી ત્રણ સ્વપ્ન જુએ છે, અને મંડળિક રાજાની માતા તેમાનું એક મહા સ્વપ્ન જુએ છે. અચિરાદેવીએ તો ચાદ મહાસ્વનો જોયાં છે, તેથી તમારો પુત્ર છ ખંડ ભરતક્ષેત્રનો સ્વામી થશે, અથવા ત્રણભુવનને વાંદવા ગ્ય જિનેશ્વર થશે.” તે સાંભળી રાણી સહિત રાજા હર્ષ પામ્યા. ત્યારપછી તેઓનો સત્કાર કરી તથા પુષ્પ, ફળ, ધન, ધાન્ય અને વસ્ત્રાદિકવડે તેમની પૂજા કરી રાજાએ તે સ્વપ્ન પાઠકને રજા આપી. : " ત્યારપછી રાણી અતિ યાનપૂર્વક ગર્ભને પાલન કરવા લાગી. ગર્ભના હિતને માટે રાણીએ અતિ સિનગ્ધ, અતિ મધુર, અતિ ક્ષારવાળા, અતિ કડવા, અતિ તીખા અને અતિ તૂરા આહારને ત્યાગ કર્યો, અને ગર્ભને જે કાંઈ હિતકારક, પચ્ય અને ગુણકારક હોય તેને જ ગ્રહણ કરવા લાગી. હવે સ્વામી માતાની કુક્ષિમાં આવ્યા ત્યારે અગાઉ તે નગરમાં મરકી વિગેરેના ઉપદ્રવથી લોકોને મોટે સંહાર થતો હતો, પરંતુ જેમ જેમ ગર્ભમાં રહેલા સ્વામી વૃદ્ધિ પામવા લાગ્યા તેમ તેમ મરકી અને માંદગી વિગેરે સર્વ ઉપદ્રવ નાશ પામ્યા, અને આખા નગરમાં શાંતિ પ્રવતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust