________________ પણ પ્રસ્તાવ.. 257 તેથી સ્વામીના માતાપિતાએ વિચાર્યું કે –“જે આ મરકી વિગેરેને ઉપદ્રવ શાંત થયે અને સર્વત્ર શાંતિ તુષ્ટિ પ્રવતી છે તે આ ગર્ભમાં રહેલા પુત્રનોજ પ્રભાવ છે.” ત્યારપછી રાણીને ગર્ભના પ્રભાવથી જે જે શુભ દેહદે ઉત્પન્ન થયા તે સર્વ વિશ્વસેન રાજાએ પૂર્ણ કર્યો. અનુક્રમે નવ માસ અને સાડાસાત દિવસે વ્યતીત થયા ત્યારે જેઠ માસની કુણ ચતુર્દશીની રાત્રીએ ચ 6 ભરણી નક્ષત્રમાં અને મેષ રાશિમાં રહેલ હતો, સુયોદિક ગ્રહો ઉચ ઉચ્ચતર સ્થાનમાં રહેલા હતા તેવા શુભ લગ્ન તથા અનુફૂળ અને ધૂળના સમૂહ રહિત વાયુ મંદ મંદ પ્રસરતી હતી તેવી શુભ વેળાને વિષે અચિરાદેવીએ સુવર્ણ જેવી કાંતિવડે ભવભ્રમણને નિવારણ કરનારું જેનું પવિત્ર ચરિત્ર છે અને જે . ત્રણ જગતના સુખને વહન કરનારા છે એવા સુપુત્રને સુખેથી જન્મ આચા. એ અવસરે છપન દિકુમારીએ અવધિજ્ઞાનવડે જિનેશ્વ૨નો જન્મ થયેલો જાણી તત્કાળ ત્યાં આવી. તેમાં અલકને વિષે ગજદંતગિરિના કંદમાં વસનારી આઠ કુમારિકાઓ, ઉર્વલેકને વિષે મેરૂપતના નંદનવનમાં વસનારી આઠ કુમારિકાઓ, રચક પર્વતની ચારે દિશામાં વસનારી આઠ આઠ કુમારિકાઓ, રૂચક પર્વતની ચાર વિદિશામાં રહેનારી ચાર કુમારિકાઓ તથા મધ્યમ રૂચક દ્વીપમાં વસનારી ચાર કુમારિકાઓ–એમ સર્વ મળીને છપન કુમારિકાઓ આવી. પહેલી અલકમાં વસનારી આઠ કુમારિકાઓએ સંવર્તક વાયુ વિકુવી ભૂમિને સાફ કરી. મેરુપર્વતના નંદન વનમાં વસનારી આઠ કુમારિકાઓએ ગંધાદિકની વૃષ્ટિ કરી, રૂચકગિરિની પૂર્વદિશાની આઠ કુમારિકાઓ દર્પણને ગ્રહણ કરી જિનેશ્વરની માતા પાસે ઉભી રહી, દક્ષિણ દિશાની આઠ કુમારિકાઓ પાણીની ઝારી (કળશ) ઝાલીને ઉભી રહી, પશ્ચિમ દિશાની આઠ કુમારિકાઓ વીંજણ લઈને ઉભી રહી, અને ઉત્તર દિશાની આઠ કુમારિકાઓ ચામર વીંજવા લાગી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust