________________ 255 - પંચમ પ્રસ્તાવ, . S9 પ્રસ્તાવ. આ પહેલાં આજ ભરતક્ષેત્રમાં યુગાદિ જિનેશ્વરનો કુરૂ નામે પુત્ર હતો. તેના નામથી પ્રસિદ્ધ થયેલે કર નામનો દેશ હતો. તે કુરૂરાજાને હસ્તી નામનો પુત્ર થયો હતો. તેણે હવેલીઓ અને હાટોની શ્રેણીવડે મનોહર, ઉંચા સુંદર પ્રાસાદની શ્રેણીવડે શોભતું અને પ્રકાર તથા ગોપુર (દરવાજા) થી અલંકૃત હસ્તીનાપુર નામનું અપૂર્વ નગર વસાવ્યું હતું. તે નગરમાં અનુક્રમે ઘણા રાજાઓ થઈ ગયા પછી વિશ્વસેન નામના રાજા થયા. તેને પવિત્ર લાવણ્ય વડે મનોહર અચિરા નામની જગતપ્રસિદ્ધ પ્રિયા હતી. તેણીની સાથે રાજા મનોવાંછિત સુખ જોગવતા હતા. - એકદા ભાદરવા વદિ સાતમને રોજ ભરણી નક્ષત્રમાં ચંદ્ર રહેલો હતો અને સર્વ ગ્રહ શુભસ્થાને રહેલા હતા તે વખતે રાત્રિને સમયે મેઘરથનો જીવ આયુષ્યને ક્ષયે સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી એવી તે અચિરાદેવીની કુક્ષિરૂપી સરોવરમાં રાજહંસની જેમ અવતર્યો, તે વખતે સુખશામાં સુતેલી કાંઈક જાગૃત અને કાંઈક નિદ્રા અવસ્થામાં રહેલી અચિરા દેવીએ હાથી, વૃષભ, સિંહ, લક્ષ્મીને અભિષેક, પુષ્પમાળ, ચંદ્ર, સૂર્ય, વજ, પૂર્ણ કુંભ, સરવર, સાગર, વિમાન, રનનો રાશિ અને નિર્ધમ અગ્નિ-એ ચદે સ્વપ્ન જોયાં. તરતજ હર્ષના સમૂહથી વ્યાપ્ત થયેલી રાણું એ નિદ્રાને ત્યાગ કરી રાજાની પાસે જઈ તેને જય વિજય શબ્દવડે વધાવ્યા. પછી ભર્તારના આદેશથી સુખાસન પર બેસી અનુક્રમે સર્વ સ્વને તેની પાસે કહ્યાં. તે સાંભળી હર્ષના સમૂહથી વિકસ્વર થયેલા વિશ્વસેન રાજાએ તેને કહ્યું કે–“હે પ્રિયા ! તે આ શ્રેષ્ઠ સ્વનો જોયાં છે. તેના પ્રભાવથી તને સર્વ શુભ લક્ષણે-* થી સંપૂર્ણ અને સર્વ અંગે સુંદર એવો પુત્ર થશે.” તે સાંભળી રાણી હર્ષ પામી અને બીજું અશુભ સ્વમ નહીં આવવા દેવા માટે જાગતી જ રહીને તેણે દેવ, ગુરૂ અને ધમ: સંબંધી વિચારવડે શેષ રાત્રિ નિર્ગમન કરી. " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust