________________ પંચમ પ્રસ્તાવના : 253 ભવે શું કર્મ કર્યું હતું કે જેથી મને સંપત્તિઓ પણ વિપત્તિ સહિત પ્રાપ્ત થઈ?” ગુરૂ બાલ્યા કે –“હે રાજન ! સાંભળે– આજ જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં વસંતપુર નામના નગરમાં તુ સૂર નામનો રાજા હતો. તે સરલ સ્વભાવવાળે, ક્ષમાવાન , દાફિશ્યતાવાળે, નિર્લોભી, અને દેવગુરૂની પૂજામાં તત્પર હતો. આ પ્રમાણે સર્વ ગુણનો આધાર, શીળવાળો અને દાનધર્મમાં તત્પર તે રાજા પૃથ્વીનું પાલન કરતો હતો. તેને વિવારના કુળમાં ઉત્પન્ન થયેલી શૂરવેગા નામની પટ્ટરાણ હતી, તે રાજા બીજી રતિચૂલા નામની રાજપુત્રીને પરણ્યો હતો. તેણીને વિષે આસક્ત થયેલા રાજાએ બીજી પ્રિયાઓને ત્યાગ કર્યો હતો. ત્યારપછીને સર્વ વૃત્તાંત તને વ્યંતરીદેવીએ કહ્યો હતો, અને ગંધવાહગતિ રાજાની બે કન્યાઓ તને પરણાવી હતી. હે મહાભાગ્યવાન ! તે તું આ ભવમાં રાજપુત્ર થયો છે. દાનાદિક ધર્મના પ્રભાવથી તને ભેગની સંપત્તિઓ પ્રાપ્ત થઈ છે. પૂર્વભવમાં રાજ્ય કરતાં તે કાંઈક અંતરાય કમ પણ ઉપાર્જન કર્યું હતું, તેથી આ ભવે પહેલી વયમાં રાજ્યથી શ્રેષ્ઠતા વિગેરેનું દુ:ખ તને પ્રાપ્ત થયું.” * આ પ્રમાણે ગુરૂના મુખથી સાંભળી વત્સરાજ રાજાને જાતિ મરણ જ્ઞાન પ્રાપ્ત થયું તેથી તેણે ગુરૂનું સર્વ વચન સત્ય માન્યું. પછી વિશેષ પ્રકારનું પુણ્ય ઉપાર્જન કરવા માટે તે દીક્ષા ગ્રહણ કરવા ઉત્સુક થયો. તેથી ઘેર જઈ શ્રીશેખર નામના પિતાના પુત્રને રાજ્ય સેપી ચારે પ્રિયા સહિત તેણે ચારિત્ર ગ્રહણ કર્યું. તેને સારી રીતે પાલન કરી અને વિવિધ તપસ્યા કરી અંતે સમાધિથી મરણ પામીને તે દેવલોકમાં ગયો. ત્યાંથી અવી મનુષ્ય જન્મ પામી સમગ્ર કમનો ક્ષય કરી વત્સરાજને જીવ મેક્ષે જશે. હે મેઘરથ રાજા ! મેં પૂર્વે જે શૂર નામનો રાજા કહ્યો હતો તે આ વત્સરાજ જાણો, કે જે વિપત્તિને વખતે પણ પૂર્વ પુણ્યના પ્રભાવથી સુખી થયે હતે. ઈતિ વત્સરાજ કથા, . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust