________________ પણ પ્રસ્તાવ. * 267 કર્યું, અને આગળ જનું પ્રમાણ નીચા ડીંટવાળાં પુષ્પોની વૃષ્ટિ કરી. આ સર્વ પણ વ્યંતર દેવોએ કર્યું. તે વખતે આકાશમાં દેવહંદુભી વાગવા લાગી અને બીજાં વાજીત્રાના નાદ પણ થવા લાગ્યા. ' સમવસરણમાં બાર પર્ષદા બેસે છે, તેનું સ્વરૂપ આ પ્રમાણે પહેલા વપ્રની મધ્યે પૂર્વ દિશાના દ્વારથી પ્રવેશ કરીને અગ્નિ ખૂણામાં પહેલો સાધુની સંભા, તેની પાછળ સાધ્વીની સભા અને તેની પાછળ વિમાનિક દેવીઓની સભા હોય છે. પછી દક્ષિણ દિશાથી પ્રવેશ કરીને નેઋત્ય ખૂણામાં પ્રથમ જ્યોતિષી દેવીની સભા, તેની પાછળ ભવનપતિ દેવીની સભા અને તેની પાછળ વ્યંતરદેવીની સભા હાય છે. પછી પશ્ચિમ દિશાથી પ્રવેશ કરીને વાયવ્ય ખૂણામાં પ્રથમ જ્યોતિષ્ક દેવોની સભા, તેની પાછળ ભુવનપતિ દેવોની સભા અને તેની પાછળ વ્યંતર દેવેની સભા હોય છે. ત્યારપછી ઉત્તર દિશાથી પ્રવેશ કરીને ઈશાન ખૂણામાં પ્રથમ વૈમાનિક દેવોની સભા, તેની પાછળ મનુષ્ય પુરૂષોની સભા અને તેની પાછળ મનુષ્ય સ્ત્રીએની સભા બેસે છે. આ પ્રમાણે બાર પર્ષદાઓ જાણવી. બીજા ગઢમાં ચારે વિદિશામાં પરસ્પરના જાતિવૈરનો ત્યાગ કરી સર્વ જાતિના તિર્થ રહે છે, અને ત્રીજા ગઢની અંદર સમગ્ર વાહને ૨હે છે. આ પ્રમાણે સંક્ષેપથી સમવસરણની સ્થિતિ સમજવી. એ અવસરે કલ્યાણ નામના પુરૂષે ચકાયુધ રાજાની પાસે આવી સ્વામીને કેવળજ્ઞાનની ઉત્પત્તિ થયાની હકીકત નિવેદન કરી. તે સાંભળી ચકાયુધ હર્ષ પામી તેને ઉચિતદાન આપી ઉત્કૃષ્ટ આનંદપૂર્વક ઉદ્યાનમાં આવ્યા અને વિધિપ્રમાણે સમવસરણમાં પ્રવેશ કરી ત્રણ પ્રદિક્ષણપૂર્વક શ્રીનિંદ્રને નમી તેમની સ્તુતિ કરી બે હાથ જોડી એગ્ય સ્થાને બેઠા. તે વખતે શ્રી ભગવાને મધુક્ષીરાશ્રવ લબ્ધિવાળી અને પાંત્રીશ અતિશયવાળી વાવડે ધમ. દેશના દેવા માંડી. તેમાં ચક્રાયુધ રાજાને ઉદ્દેશીને પ્રભુ બોલ્યા કે— “હે રાજન ! તેં પોતાના બાહુબળથી બાહ્ય શત્રુઓને જીત્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust