________________ 250 : શ્રી શાંતિનાથ ચરિત્ર.. હે વત્સરાજ ! તારા સ્વામીની સાથે ગાઢ મૈત્રી છતાં તેણે મને ઘણા કાળે સંભાર્યો તેનું શું કારણ?? એમ કહી બહુમાનપૂર્વક કેટલોક કાળ મને ત્યાં રાખે. હે સ્વામી ! હું આપને સેવક હોવાથી તે યમરાજે મારો સત્કાર કર્યો. આ મારા શરીર પરનાં સવ અલંકારે તેણે મને તમારી સાથેની પ્રીતિને લીધેજ આપ્યાં છે; તથા તમને વિશ્વાસ થવા ખાતર તે યમરાજે મારી સાથે આ પિતાને દ્વારપાળ મોકલે છે.” તે સાંભળી રાજાએ તેની સન્મુખ જોયું. તે વખતે તે દ્વારપાળનાં નિમેષ રહિત ને જોઈ તેણે તે. સત્યજ માન્યું. પછી વ્યંતરે ક્રે કહ્યું કે-“હે રાજન ! યમરાજે મારી સાથે તમને કહેવરાવ્યું છે કે તમારે મારી પાસે નિરંતર તમારા સેવકે મેકલવા. હું તમને મળવા આવવા ઈચ્છું છું; પરંતુ ઇંદ્ર રજા આપતા નથી; કારણ કે મારા વિના એક ક્ષણ પણ અહીં ઇંદ્રને ઘેર નિર્વાહ થઈ શકતો નથી; માટે તમારે જ મને મળવા માટે આવવું. ખરેખર જવા આવવાથી જ પ્રીતિ વૃદ્ધિ પામે છે.” આ પ્રમાણે સાંભળી સર્વ રાજપુરૂષે ત્યાં જવા ઉત્કંઠિત થયા. ત્યારે યમરાજના દ્વારપાળે કહ્યું કે-“ તમારે જેને આવવું હોય તે મારી સાથે ચાલો.” ત્યારપછી રાજા વિગેરે સર્વ યમરાજના ભુવનમાં જવા તૈયાર થઈ તે જાજવલ્યમાન ચમJહની સમીપે ગયા. ત્યાં યમરાજના પ્રતિહારે કહ્યું કે–“મારી પાછળ આવજે.” એમ કહી તે અગ્નિની ખાઈમાં પેઠો. તેની પાછળ રાજના આદેશથી ચાર મુખ્ય મંત્રીઓ પેઠા. તરતજ તેઓ ભસ્મસાત્ થઈ ગયા. ત્યારપછી રાજા પણ તેમાં ઝંપાપાત કરવા તૈયાર થયા, એટલે વત્સરાજે તેને હાથ પકડી તેને પડતો અટકાવ્યું, અને કહ્યું કે-“હે રાજન ! સર્વ જનને આ પ્રસિદ્ધજ છે કે અગ્નિમાં જે કોઈ પ્રવેશ કરે તો તે તત્કાળજ મરણ પામે છે, હું તે દેવતાના પ્રભાવથી જીવતો રહ્યો છું અને તેજ દેવતાએ આ મારા શત્રુઓને મોહ પમાડીને માર્યા છે. તેઓએ મને મારવાના ઉપાય તમને બતાવ્યો, તેથી તેમને મરાવ્યા છે. કહ્યું છે કે - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust