________________ 248 શ્રી શાંતિનાથ ચરિત્ર. અંગીકાર કરી ઘેર જઈ પત્નીઓ પાસે કહ્યું. ત્યારે તે સ્ત્રીઓ બોલી કે " આ સ્નેહરહિત અને કતની રાજાનું કાર્ય તમે શા માટે અંગીકાર કર્યું? બીજાઓએ જેમ ના પાડી તેમ તમે પણ ના પાડે.” આ પ્રમાણે તેઓના કહ્યા છતાં પણ વત્સરાજ તે કાર્યથી વિરામ ન પામ્યો, ત્યારે તે બન્ને સ્ત્રીઓએ વત્સરાજને ઘરમાંજ. ગુપ્ત રાખી યક્ષરૂપી કિંકરને આજ્ઞા આપી કે-“ હે યક્ષ! તું અમારા પતિનું રૂપ ધારણ કરીને રાજાની પાસે જા, અને તે જે કાર્ય બતાવે તે કર.” તે સાંભળી તે યક્ષ વત્સરાજનું રૂપ કરી રજાની પાસે જઈ બે કે-“હે રાજન ! જે કાર્ય હોય તે કહો.” ત્યારે રાજાએ કહ્યું કે --- “હે વત્સરાજ! તારે યમરાજાને ઘણું આગ્રહપૂર્વક નિમંત્રણ કરવું અને તેને લઈને એક માસની અંદર અહીં આવવું.” તે સાંભળી નગરની બહાર જઈ રાજા, મંત્રી અને સમગ્ર પિારેલેકની સમક્ષ અગ્નિવાળી ખાઈમાં તે પડ્યો, અને ક્ષણવારમાં અદશ્ય થઈ ગયો. તે વખતે વત્સરાજને અગ્નિમાં પિઠેલો જોઈ સર્વ લોકો મનમાં શોક પામીને બોલ્યા કે-“અહો ! આપણે રાજા અતિ નિર્દય થયે; કેમકે આ દુષ્ટ રાજાએ અનેક ગુણરત્નના ઘરરૂપ વત્સરાજકુમારને મારી નાખ્યો, આનું સારું નહીં થાય.” એમ બેલી બોલીને માણસો શોક કરવા લાગ્યા; પરંતુ રાજા તો પોતાનું કાર્ય સિદ્ધ થયું જાણી આનંદ પામ્યો. * . ' ત્યારપછી રાજાએ મંત્રીઓને કહ્યું કે --- “હે મંત્રીઓ ! હવે તેની સ્ત્રીઓને આપણે ઘેર લાવો, વિલંબ ન કરો.” તે સાંભળી મંત્રીઓ બોલ્યા કે -- “હે નાથ ! સર્વ પ્રજા આપના ઉપર રાગ રહિત થઈ છે, તેથી હમણાંજ તેમ કરવાથી તેઓ વિશેષ વિરક્ત થશે, અને પ્રજાની પ્રીતિ વિના સંપત્તિઓ પ્રાપ્ત થતી નથી. કહ્યું છે કે -- * * * * विनयेन भवति गुणवान् , गुणवति लोकोऽनुरज्यते सकलः / अनुरक्तस्य सहाया, ससहायो युज्यते लक्ष्म्या // 1 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust