________________ પંચમ પ્રરતા. 247 તરતજ અશ્વ પર આરૂઢ થઈ ત્યાં ગયો, ત્યારે તે શકુનિકાએ તેને જેઈ ઓળખી તેનું કાર્ય જાણી જળવડે તુંબડું ભરી તેના હાથમાં આપ્યું. તે લઈ વત્સરાજ નગરમાં આવ્યું અને રાજસભામાં જઈને ને રાજાને આવ્યું, ત્યારે દેવતાના પ્રભાવથી તે જળ ગાઢ સ્વરે ઓહ્યું કે- “હે રાજા ! તને ખાઉં? અથવા તારા મંત્રીઓને ખાઉં ? અથવા તને દુષ્ટ અદ્ધિ આપનાર બીજા મનુષ્યને ખાઉં?” આ પ્રમાણેનું જળનું વચન સાંભળી સર્વ સભાજને આશ્ચર્ય પામ્યા. રાજા પોતાના કર્મની સિદ્ધિ નહીં જેવાથી ઝંખવાણે પડી ગયે, તોપણ મુખને વિકસ્વર કરીને બોલ્યો કે-“અહો! આ વત્સરાજને કાંઈ પણ અસાધ્ય નથી.” એમ કહી રાજાએ તેને વિદાય કર્યો એટલે તે પોતાને ઘેર આવ્યો. - ત્યારપછી ફરીથી રાજા મંત્રીઓની સાથે તેના વિનાશનો ઉપાય વિચારવા લાગ્યું. તે વખતે ચાર મંત્રીઓએ રાજાને કહ્યું કે-“હે . દેવ! આપની શ્રીસુંદરીનામની કન્યાના વિવાહના મિષથી દક્ષિણ દિશામાં યમરાજનું ગૃહ કરાવી તેની અંદર યમરાજને નિમંત્રણ કરવા માટે જવા સારૂ વત્સરાજને પ્રવેશ કરાવીએ; એટલે સુખેથી આપનું કાર્ય સિદ્ધ થશે.” આ પ્રમાણે તેઓએ ઉપાય બતાવવાથી રાજા હર્ષિત થઈ તે સચિવોની પ્રશંસા કરવા લાગ્યો કે “તમે સારો ઉપાય બતાવ્યો.” પછી તે દુષ્ટ મંત્રીઓએ નગરની દક્ષિણ દિશામાં એક મોટી ખાઈ ખોદાવી. તેને કાષ્ટના સમૂહવડે પૂર્ણ કરી તેમાં અગ્નિ સળગાવી રાજાને જાહેર કર્યું. ત્યારે રાજાએ સર્વ સુભટોને તથા વત્સરાજને બોલાવ્યા. પછી રાજાએ પ્રથમ બીજા બીજા સુભટનું નામ દઈ તેમને કહ્યું કે-“હે સુભટે ! શ્રીદેવીપુત્રીના વિવાહત્સવમાં યમરાજને નિમંત્રણ કરવાનું છે, માટે આ અગ્નિથી ભરેલી ખાઈને માગે થઈને યમરાજને ઘેર જઈ તેને નિમંત્રણ કરી આવો.”તે સાંભળી બીજા સર્વ બોલ્યા કે–“હે સ્વામી! આ કાર્ય અમારાથી સિદ્ધ થઈ શકશે નહીં.” આ પ્રમાણે તેઓએ જવાબ આપે ત્યારે રાજાએ વત્સરાજને કહ્યું. તે સાંભળી વત્સરાજે તે કાર્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust