________________ 246 શ્રી શાંતિનાથ ચરિત્ર. રાજસભામાં લાવી તેણે રાજાને કહ્યું કે–“હે રાજા! આ તાજી વીંધાયેલી વાઘણને હું લાવ્યો છું. તેને ગ્રહણ કરે, દાવો અને મનવાંછિત કાર્ય કરે.” એમ કહી વત્સરાજે તેના કાન મૂકી દીધા. ત્યારે તે વ્યંતરી વાઘણે રાજાને દુષ્ઠ બુદ્ધિ આપનારા મંત્રીઓનું ભક્ષણ કરવા લાગી. તે જોઈ અત્યંત ભય પામેલે રાજા બોલ્યા કે-“ અરે વત્સરાજ ! વત્સરાજ ! આવું હિંસક કર્મ ન કરે, ન કર. આને પકડી લે. આપણે દૂધનું કાંઈ કામ નથી. આ તો મને અને બીજા જનને ખાઈ જશે.” આ પ્રમાણેનાં રાજાનાં દીન વચન સાંભળી વત્સરાજ તેને કાને પકડી પિતાને ઘેર લઈ ગયો. ત્યાં તેની પ્રિયાએાએ તે દેવીની અત્યંત ભક્તિ કરી. ત્યારપછી તે દેવી પ્રસન્ન થઈ પોતાને સ્થાને ગઈ. ' વળી એકદા વત્સરાજની પ્રિયાઓના સંગમને ઈચ્છતા રાજાએ મંત્રીઓ સાથે વિચાર કરી વત્સરાજને કહ્યું કે -" ભદ્ર ! કોઈ પણ ઠેકાણેથી બોલતું પાણી મને લાવી આપે, તેનાથી મારૂ શરીર રેગ રહિત થશે એમ વૈદ્યો કહે છે.” તે સાંભળી વત્સરાજે પૂછ્યું કે –“તેવું પાણી કયાં મળતું હશે ?" ત્યારે મંત્રીઓએ કહ્યું કે–“વિધ્ય નામની અંટવીમાં બે પર્વતની વચ્ચે કુવે છે, તેનું પાણી બોલતું છે; પરંતુ તે બન્ને પર્વતો નિરંતર નેત્રની પાંપણની જેમ ક્ષણે ક્ષણે સંગ અને વિયોગવાળા થયા કરે છે. ત્યાં સમય જોઈને સાવચેતીથી તેમાં પ્રવેશ કરી જળ લઈને નીકળી જવું જોઈએ. જે કદાચ જરાપણ વિલંબ થાય તો બે પર્વતની વચ્ચે દબાઈ જવાય છે, તેથી તમારે ચતુરાઈથી તેમાં પ્રવેશ કરીને નીકળવું. તમારા વિના બીજા કેઈથી આ કાર્ય સિદ્ધ થાય તેવું નથી.” તે સાંભળી વત્સરાજ તે આદેશને પણ અંગીકાર કરી ઘેર આવ્યું, અને પોતાની પ્રિયાઓને તે આદેશ કહી સંભળાવ્યા. ત્યારે પત્નીએ કહ્યું કે –“હે સ્વામી ! તમે દૈવી અશ્વપર ચડીને જાઓ. ત્યાં અમારી સખી દેવી શકુનિકાના રૂપને ધારણ કરીને રહેલી છે, તે તમને પાણી આપશે.” તે સાંભળીને વત્સરાજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust