________________ સમજાવું... ર૪ : “રાજા વિનયથી ગુણવાન થાય છે, ગુણવાનને વિષે સમગ્ર લેક અનુરાગ પામે છે, અનુરાગવાળા રાજાને સહાચો મળે છે, અને સહાયવાળો થવાથી તેને લક્ષ્મી પ્રાપ્ત થાય છે.” તેથી કરીને હે રાજન ! એક માસ સુધી રાહ જુએ. ઉતાવળ કરવાથી કાર્ય સિદ્ધ થતું નથી.” એમ કહી મંત્રીઓએ રાજાને નિવાર્યો. ત્યારપછી અનામે માસ પૂર્ણ થયે ત્યારે કામાંધ થયેલા રાજાએ વત્સરાજની પ્રિયાઓને લાવવા માટે ચાર મંત્રીઓને આદેશ કર્યો. એટલામાં તેઓ રાજાના હુકમથી તેને ઘેર જાય છે તેટલામાં વત્સરાજની અને પનીઓએ પિતાને પિતા કે જે વ્યંતરે થયે હતો તેને યક્ષરૂપ કિંકરને મેકલી પાતાળમાંથી બોલાવ્યું. તે વ્યંતરેંદ્ર તે વૃત્તાંત જાણું જમાઈના શત્રુઓને વિનાશ કરવા માટે દેવશક્તિથી મનહર અને ઘણું મૂલ્યવાળા આભરણેથી ભૂષિત વત્સરાજનું રૂપ કરી અશ્વપર આરૂઢ થઈ એક દેવરૂપ સેવકને સાથે લઈ રાજમાર્ગે થઈને સર્વ જન જુએ તેમ રાજસભામાં આવ્યો. તે જોઈ રાજા પણ આશ્ચર્ય પામી વિચારવા લાગ્યું કે -" આ વત્સરાજ અમારા દેખતાં યમગૃહની અંદર પ્રવેશ કરીને મરણું પામ્યો હતો, તે અત્યારે કયાંથી આવ્યો? આ વીર પુરૂષે તો આ સુભાષિતને પણ વ્યર્થ કર્યું - पुनर्दिवा पुना रात्रिः, पुनः सूर्यः पुनः शशि / પુનઃ લંગાયતે સર્વ, રાતિ નિવૃત II II “ફરીને દિવસ થાય છે, ફરીથી રાત્રિ થાય છે, ફરીથી સૂર્ય ઉગે છે, ફરીથી ચંદ્ર ઉગે છે, સર્વ વસ્તુ ફરી ફરીને થાય છે, પરંતુ મરણ પામેલે કોઈ પણ ફરી જીવત થતો નથી.” - એમ વિચારી આશ્ચર્ય સહિત રાજાએ તેને પૂછયું કે- " હે વત્સરાજ! યમરાજ કુશળ છે ?" ત્યારે તે બે કેહે નાથ ! તમારે મિત્ર યમરાજ કુશળ છે. તેણે મને પૂછયું કે૩૨ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust