________________ 244 - શ્રી શાંતિનાથ ચરિત્ર. તે વખતે મંત્રીઓએ સિંહને કહ્યું કે –“હે સિંહ ! તારું નામ વૃથા થયું, તારું પરાક્રમ તે શિયાળ જેટલું જ જણાય છે; કારણ કે તારા આસન પર આજે વત્સરાજ બેઠે, તેથી તું જીવતા મયો જેવો છે. કહ્યું છે કે. . . . . . . माजीवन् यः परावज्ञा-दुःखदग्धोऽपि जीवति / तस्याजननिरेवास्तु, जननीक्लेशकारिणः // 1 // '. કુત્સિત જીવનવાળે જે પ્રાણુ અન્યના પરાભવરૂપી દખથી બન્યા છતાં પણ જીવે છે તે પુરૂષ તેની માતાને માત્ર પ્રસવ સંબંધી કલેશન આપનાર છે, માટે તેવા પુરૂષને જન્મજ ન થાય તે સારું છે.” ( આ પ્રમાણેનાં મંત્રીઓનાં વચનથી સિંહ અત્યંત ક્રોધાયમાન થયો, અને પોતાના પરિવાર સહિત રાજસભાના સિંહદ્વાર પાસે આવ્યો. ત્યાં વત્સરાજને જોઈ તેણે કહ્યું કે –“હે વત્સરાજ ! શું તું જીવવાથી ખેદ પામ્યું છે કે જેથી આજે તું મારા આસન પર બેઠે? જે કદાચ તેં મને જે ન હોય તો શું મારું નામ પણ સાંભળ્યું નહતું કે જેથી તે આવા પ્રકારની મારી હીલના કરી ? " વિનાશ કાળે કીડીઓને પણ પાંખે આવે છે. " એ કહેવત સત્ય જણાય છે. " આ પ્રમાણે કહી તે સિંહ વત્સરાજની સાથે યુદ્ધ કરવા લાગે તેટલામાં કુમારે પોતાના બાહુબળે કરીને તેના હાથ પકડી માંકડાની જેમ તેને પોતાના મસ્તકની ચોતરફ ફેરવી એવી રીતે દૂર ફેંકો કે જેથી તે તત્કાળ મૃત્યુ પામ્યા. તે વખતે બીજાનું ચિંતવેલું અશુભ પોતાને માથેજ આવ્યું.” એમ સર્વ લેકો બેલ્યા. ત્યારપછી સિંહનું સૈન્ય ભય પામીને રાજાને શરણે ગયું. પછી વત્સરાજ ઘેર આવ્યો, તે વખતે તેને વિદ્યાધરી પ્રિયાએ કહ્યું કે–“હે પ્રિય! તમે અમારી વિદ્યાના પ્રભાવથીજ સિંહને માર્યો છે. આ સર્વ અનર્થ રાજાએજ કરાવ્યો છે, હજુ પણ તે રાજા મોટો અનર્થ કરશે. તે આપણે ઘેર આવ્યું ત્યારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust