________________ પંચમ પ્રસ્તાવ. 245 તમે અમને તેની દષ્ટિએ પાડી છે તેજ આ અનર્થનું કારણ છે.” તે સાંભળી વત્સરાજે પોતાના મનમાં તેમનું વચન સત્ય માન્યું. * એકદા ફરીથી રાજાએ મંત્રીઓની સાથે વિચાર કરી વત્સરાજને કહ્યું –“હે વત્સરાજ! મારે વાઘણના દૂધની જરૂર છે, પરંતુ તું મારો મિત્ર છે તેથી મારે કાંઈ પણ દુર્લભ નથી.” આ પ્રમાણેનાં રાજાનાં વચનને અંગીકાર કરી વત્સરાજ પિતાને ઘેર આવ્યા. તે વખતે પતિનું મુખ ચિંતાથી ગ્લાનિ પામેલું જોઈ બે પ્રિયાઓએ પૂછયું કે– “હે નાથ! શું તે દુષ્ટ રાજાએ આજે તમને વાઘણનું દૂધ લાવવાનો આદેશ કર્યો છે?” તે સાંભળી વત્સરાજે પૂછયું કે–“હે પ્રિયાઓ! તમે તે શી રીતે જાણ્યું ?" તેઓ બોલી કે–“હે સ્વામી! અમે હંમેશાં અદશ્યપણે તમારી સાથે જ રહીએ છીએ.” તે સાંભળી તેણે તે વાત સત્ય માની. ફરીથી તે બન્ને પ્રિયા બોલી કે-“હે સ્વામી ! રાજાઓ એવાજ હોય છે. તેની સાથે મિત્રાઈ શી? કહ્યું છે કેकाके शौचं द्युतकारे च सत्यं, सर्प शान्तिः स्त्रीषु कामोपशान्तिः / क्लीवे धैर्य मद्यपे तत्त्वचिन्ता, राजा मित्रं केन दृष्टं श्रुतं वा ? // 1 // કાગડા વિષે પવિત્રપણું, જુગારીને વિષે સત્ય વચન. સપને વિષે ક્ષમા, સ્ત્રીઓને વિષે કામની શાંતિ, નપુંસકને વિષે ઘેર્ય, દારુડીયાને વિષે તત્ત્વનો વિચાર અને રાજા મિત્ર-આટલી બાબત કોઈએ જોઈ કે સાંભળી છે?” - હવે રાજાએ માગેલ વાઘણના દૂધ બાબત તમારે ચિંતા કરવી નહી. અમારું વચન સાંભળો. તમે આ દૈવી અવ ઉપર આરૂઢ થઈને અહિંથી પેલી ભયંકર અટવીમાં જાઓ. અમારી માતા જે દેવી થયેલી છે, તેની સખી એક દેવી ત્યાં રહે છે, તે આ અશ્વને જોઈ તમને ઓળખશે. તમારે તેને આ વાત કરવી; તેથી તે દેવીજ વાઘણનું રૂપ ધારણ કરી તમારી સાથે આવશે તેને રાજાની પાસે લાવી કહેજે કે આને દોઈ લ્યો. “આ પ્રમાણેનું પત્નીઓનું વચન સાંભળી અટવીમાં જઈ વાઘણનું રૂપ કરેલી દેવતાને કાને ઝાલી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust