________________ પંચમ પ્રસ્તાવ. 241 જાના હુકમથી પ્રતિહારીએ તેને ઘેર જઈ જોયું તો રસેઈની તૈયારી જેવું કાંઈ પણ દીઠું નહીં, એટલે તેણે પાછા આવી રાજાને જણાવ્યું કે-“હે સ્વામી ! વત્સરાજને ઘેર તો કાંઈ પણ ભેજનની તૈયારી નથી.” તે સાંભળી રાજાના ચિત્તમાં અત્યંત વિસ્મય થયું. ત્યારપછી રાજાએ ફરીથી બીજા સેવકને જેવા મોકલ્યા અને કહ્યું કે–“ વત્સરાજને ઘેર અથવા તેના કોઈ પાડોશના ઘરમાં કોઈપણ જનની તૈયારી થાય છે કે નહીં? તે સારી રીતે જેઈને આવજે.” ત્યારે તેણે પણ ત્યાં જઈ સર્વત્ર તપાસ કરી પાછા આવી રાજાને કહ્યું કે –“હે સ્વામી! જેને પોતાને ઘેર પાંચ સાત માણસો જમાડવા હોય તેને ઘેર પણ કેટલી બધી તૈયારી હોય? પરંતુ વત્સરાજને ઘેર તે મેં તેટલી પણ તૈયારી જોઈ નહીં, ત્યાં તો કોઈ બોલતું ચાલતું પણ નથી.” તે સાંભળી રાજા એ વિચાર્યું કે-“વત્સરાજે મને નિમંત્રણ આપ્યું છે છતાં આમ કેમ ઘટે?” આ પ્રમાણે રાજા વિચાર કરે છે તેટલામાં ભજનને સમય થવાથી વત્સરાજે ત્યાં આવી રાજાને ભેજન કરવા માટે પધારવા કહ્યું. ત્યારે રાજાએ તેને કહ્યું કે –“હે વત્સરાજ ! શું તું અમારી સાથે હાંસી કરે છે? કેમકે રસોઈની સામગ્રી કર્યા વિના તું અમને બોલાવવા આવે છે.” તે સાંભળી વત્સરાજ ત્યે–“હે સ્વામી ! આપ સર્વ રીતે મારા પૂજ્ય છે, આપની સાથે હું હાસ્ય શી રીતે કરું? " રાજાએ કહ્યું—“તારે ઘરે અપાકાદિક તો કાંઈ પણ નથી.”વત્સરાજ બે –“હે દેવ! મારે ઘેર રસોઈ તૈયાર છે કે નહીં? તેની. આપને શા માટે ચિંતા કરવી જોઈએ? તે ચિંતા તો મારે કરવાની છે. આપને તે કૃપા કરીને પધારવાનું જ છે.” તે સાંભળી ઉત્સાહ પામેલે રાજા સમગ્ર પરિવાર સહિત તેને ઘેર ગયે. ત્યાં મનહર વિશાળ મંડપ જોઈ તેણે વિચાર્યું કે “આની ચેષ્ટા બધી આશ્ચર્યકારક જણાય છે. આ મનહર મંડપ પણ હમણજ બનાવ્યો જણાય છે. " ત્યારપછી યથાયોગ્ય , ' 31 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust