________________ 240 શ્રી શાંતિનાથ ચરિત્ર. એકદા વત્સરાજે પિતાની પ્રિયાઓ સાથે વિચાર કરી કે -" જે તમે કહે તો રાજાને આપણે ઘેર એકવાર ભજનને માટે આમંત્રણ કરૂં.” ત્યારે તેઓ બેલી કે—” હે સ્વામી ! રાજાને ઘેર બોલાવવા યોગ્ય નથી. કહ્યું છે કે - नारीनदिनरेन्द्राणां, नागनीचनियोगीनाम् / नखिनां च न विश्वासः, कर्तव्यः शुभकांक्षिणा // 1 // કલ્યાણને ઈચ્છનાર પુરૂષે નારી, નદી, નરેંદ્ર, નાગ, નીચ, નિગી નોકર) અને નખી (નખવાળા પ્રાણી) એટલાનો વિશ્વાસ કરે નહિ.” તેથી હે નાથ! જે તમારે ભોજન કરાવવાની ઈચ્છા હોય તે તેને ઘેરજ ભેજન આપ.” તે સાંભળી ફરીથી વત્સરાજ બે કે –“હે પ્રિયાઓ ! એમ કરવાથી ખરૂં ગૌરવ કર્યું કહેવાય નહિં, જે રાજાને આપણે બોલાવીને ભોજન કરાવીએ તાજ મારા મનની નિવૃત્તિ થાય તેમ છે.” તે સાંભળી ફરીથી તેઓ બોલી કે “હે સ્વામી! તમારી એવીજ ઈચ્છા છે તે ભલે આપણે ઘેર રાજાને બેલા, પરંતુ અમને તેની નજરે બીલકુલ પાડશો નહીં.” તે સાંભળી વત્સરાજે તેમનું વચન અંગીકાર કરી રાજાની પાસે જઈ તેને પરિવાર સહિત પિતાને ઘેર ભોજન કરવા આવવાનું આમંત્રણ આપ્યું. રાજાએ તેને અતિ આગ્રહ જોઈ તેનું નિર્મા ત્રણ સ્વીકાર્યું. ત્યારપછી વત્સરાજ રાજાને નિમંત્રણ કરી પિતાને ઘેર આવી પ્રિયાઓની સાથે ઘરની ઉપરની ભૂમિ ઉપર ક્રીડા કરવા લાગ્યો. - અહીં રાજાએ પોતાના મનમાં વિચાર્યું કે–“વત્સરાજને ઘેર કેટલા માણસ માટે રસોઈ તૈયાર થાય છે તે જોવરાવું કે જેથી કેટલા પરિવાર સાથે મારે ત્યાં જવું તેની ખબર પડે.” એમ વિચારી તેની તપાસ કરવા માટે પોતાના પ્રતિહારીને તેને ઘેર મોકલ્યો. રા 1 હાથી અથવા સર્ષ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust