________________ 37 તેણન વિજ કોઈ માને આપી તારા પિતાએ પંચમ પ્રસ્તાવ. : કહું છું. પ્રથમ તારે એક બહેન હતી. તે તારા પિતાએ પિતાના મિત્ર શર નામના ભૂચર રાજાને આપી હતી. ત્યારપછી તે શૂર રાજાને બીજી કોઈ મનોહર રૂપવાળી રાજપુત્રી ભાયા થઈ. તેણીને વિષે રાજાનો અત્યંત પ્રેમ થયે; તેથી તારી બહેન રાજાને અનિષ્ટ થઈ ત્યારપછી તે તારી બહેન દ્રષથી અજ્ઞાનકષ્ટ કરી મરણ પામી વ્યંતર જાતિની દેવી થઈ છે. તેણીની જે સપત્ની હતી તે પણ દાનપુણ્ય કરી કેટલેક કાળે મરણ પામીને દત્ત શ્રેષ્ઠીની શ્રીદત્તા નામે પુત્રી થઈ છે. હવે તે વ્યંતરદેવી પૂર્વ ભવના દ્વેષને લીધે શ્રીદત્તાના યામિક પુરૂષને મારી નાખે છે. હજુ સુધી ત્યાં પુરૂષને ક્ષય થાય છે. તે હે રાજન્ ! તે વ્યંતરદેવીને આ તારી પુત્રીઓ આ૫. આ પુત્રીઓ તે દેવીની પાસે હશે ત્યારે તેનો થનાર ભર્તાર વત્સરાજ પોતાની મેળેજ તેની પાસે આવશે. દેવીએ કરાતા પુરૂષના ક્ષયને તે નિવારશે અને તે શ્રેષ્ઠી પુત્રીને પણ તે પરણશે.” આ પ્રમાણે સર્વ વૃત્તાંત કહીને તે મુનિએ અન્યત્ર વિહાર કર્યો. આ કારણથી હે સહુરૂષ! . તે વિદ્યાધર રાજાએ અહીં આવીને મને તે બે કન્યાઓ સેંપી છે. ત્યારપછી તે વિદ્યાધર રાજા કાંઈક તપ કરી મરણ પામી વ્યંતરેંદ્ર થયો છે. તેણે મને અશ્વના રૂપને ધારણ કરનાર એક યક્ષ કિંકર પણ આપે છે. સર્વકામદ નામને પય, પણ તેણેજ આપ્યો છે, તેમજ બે મહિષધિ પણ તેણેજ આપી છે. આ સર્વ વસ્તુઓ હે ભદ્ર! હું સંતુષ્ટ થઈને તને આપું છું.” ત્યારપછી વત્સરાજ તે બે કન્યાઓને પરણી ત્યાંજ રહીને તેમની સાથે ભોગ ભેગવવા લાગ્યો. એકદા વત્સરાજે તે રત્નચલા અને સ્વર્ણચલા નામની પોતાની બન્ને પ્રિયાઓને પિતાની કરેલી પ્રતિજ્ઞા કહી બતાવી. ત્યારે તેઓએ તે વાત દેવીને કહી. દેવીએ તે કારણ જાણીને તેમના વિયોગથી દુ:ખી છતાં પણ બન્ને પ્રિયા સહિત વત્સરાજને જળાની રજા આપી. ત્યારપછી વત્સરાજ બન્ને પ્રિયા સહિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust