________________ પંચમ પ્રસ્તાવ. * ' ર૩૫ દેવી છે તે કોઈ સ્થાને ગઈ હતી, ત્યાં કેઈક પુરૂષે તેના હાથ ઉપર ખઞને પ્રહાર કર્યો છે, તેથી તે પીડા પામે છે. તેની પીડા દૂર કરવા માટે તે હાથ ઉપર અમે જળ રેડીએ છીએ. ઘણું પાછું સીખ્યા છતાં પણ તે પીડા હજી સુધી શાંત થતી નથી. તે સાંભળી વત્સરાજે પૂછયું કે –“તે દેવી શું પિતાના શરીરની પીડા શાંત કરવા શક્તિમાન નથી?” તે બોલી–“હે પાંથ! દેવતાના પ્રભાવ કરતાં તે પ્રહાર કરનાર પુરૂષને પ્રભાવ અધિક છે; તેથી તેની વેદના હજુ સુધી શાંત થતી નથી. વળી વ્યતરે કે સંતુષ્ટ થઈને આ દેવીને મોટા પ્રભાવવાળી બે મહિષધિ આપી હતી, તે તેના હાથ પર બાંધેલી હતી. તેમાં એક મહિષધિ ધુમાડાવડે લકને મોહ પમાડે તેવી હતી, અને બીજી મહૌષધિ ઘાતની પીડાને રૂઝવે તેવી હતી. તે બન્ને મહાષધિ જ્યાં તેને ખર્કનો ઘા લાગ્યા ત્યાંજ પડી ગઈ છે. તે સાંભળી વત્સરાજ બોલ્યા— - “હે ભદ્ર! હું જે કે મનુષ્યવૈદ્ય છું, પરંતુ જે હું તારી સ્વામિનીની વેદના દૂર કરૂં તે તે મને શું આપે?” ત્યારે તે બેલી—“હે ભદ્ર ! તું જે માગે તે તને આપે.” એમ કહીને ફરીથી તે બેલી–“હે ભાઈ ! તું હમણાં અહીં જ રહે, હું પ્રથમ જઈને મારી સ્વામિનીને તારા આવવાની વાત કરું.” એમ કહી તેણીએ ત્યાં જઈ તે વૃત્તાંત તે ને કહ્યો. ત્યારે તે બેલી એકદમ તે પુરૂષને મારી પાસે લાવ.” તે સ્ત્રી બહાર આવી અને વત્સરાજને સાથે લઈને ચાલી. માર્ગમાં તે વત્સરાજને કહેવા લાગી કે–“હે સપુરૂષ! જ્યારે મારી સ્વામિની સંતુષ્ટ થઈને તને વરદાન માગવાનું કહે ત્યારે તું પ્રાસાદની ઉપરની ભૂમિમાં રહેલી બે કન્યાઓ, અશ્વને રૂપવાળ યક્ષ અને ઈચ્છિત વસ્તુને આપનાર પર્યક-એદિલી વરતુઓ માગી લેજે; બીજું કાંઈ માગીશ નહીં.” તે સાંભળી વત્સરાજ તેનું વચન અંગીકાર કરી દેવીની સમીપે ગયો. ત્યાં દેવીએ તેને મનોહર આસન આપ્યું. તેની ઉપર તે કુમાર બેઠે. પછી તે દેવીએ બહુમાનપૂર્વક તેની સાથે વાત કરતાં કહ્યું કે–“હે ભદ્ર! જે તું ખરૂં વૈદ્યક જાણતા હો તે જલદી મારી પીડા શાંત કર.” તે સાંભળી વત્સરાજે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust