________________ 234 * શ્રી શાંતિનાથ ચરિત્ર. તે સાંભળી વત્સરાજ બોલ્યો કે –“હે પ્રિયા ! જે હું દેશાંતરમાં ન જાઉં તે મારે અગ્નિમાં પ્રવેશ કરે પડે તેમ છે, તેમાં કાંઈ પણ સંદેહ નથી.” ત્યારે તે બોલી કે-“હે નાથ ! આ કેશની વેણી હું તમારી સમક્ષ બાંધું છું, તે તમે આવશે ત્યારે છૂટશે. તમારી આજ્ઞાથી હું અહિં શરીર મારાથી રહું છું, પરંતુ ચિત્ત તો તમારી સાથેજ આવશે. હે સ્વામિન ! ફરીને સાંભળો– # # વૈવ, કુમામાનિ જા : लगिष्यन्ति शरीरे मे, त्वयि कान्ते समागते // 1 // - “તમે સ્વામી પાછા આવશો ત્યારે મારે શરીરે કેશર, કાજલ, પુષ્પ અને અલંકારોનો સ્પર્શ થશે.” આ પ્રમાણે જેણે પ્રતિજ્ઞા કરી છે એવી તે પ્રિયાને ત્યાં મૂકી શ્રેણીની રજા લઈ વત્સરાજ તેજ અટવીમાં આગળ ચાલ્યા. તે અટવીના મધ્યમાં તેણે ભિલ્લોની પલ્લી જોઈ, ઘણા પર્વતે જોયા અને મનોહર ગિરિનદીઓ જોઈ. આ પ્રમાણે જોતાં જોતાં તે કુમાર આગળ ચાલ્યો જાય છે, તેટલામાં તેણે તેજ અટવીમાં મેટા મેટા મહેલેથી સુશોભિત એક નગરી જોઈ. તે જોઈને કુમાર આશ્ચર્ય પામ્યો. તે નગરીની બહાર એક સુંદર સરોવર હતું, તેમાં કુમાર મુખ અને હાથપગ ધોઈ જળપાન કરી તેજ તળાવની પાળ ઉપર એક વૃક્ષની નીચે પલાંઠી વાળીને બેઠે, તેટલામાં તે તળાવમાંથી પાછું લઈ જતો સ્ત્રીઓનો સમૂહ તેણે જે તેથી આશ્ચર્ય પામીને કુમારે તે સ્ત્રીઓમાંથી કોઈ એકને પૂછયું કે–“હે ભદ્રે ! આ નગરી કઈ છે? અને અહીં રાજા કોણ છે?” તેણે જવાબ આ કે–“હે ભદ્ર! આ નગરી વ્યંતર દેવીઓએ કીડાને માટે કરેલી છે, અહીં કોઈ રાજા નથી.” તે સાંભળી વત્સરાજે ફરીથી પૂછયું“ હે ભદ્ર! જે આ નગરી વ્યંતર દેવીની છે તે આટલું બધું પાણી તમે ક્યાં લઈ જાઓ છે?” તે બોલી કે–“ હે સતયુરૂષ! અમારી સ્વામિની - જે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust